અથાણા વગરનું જમણ અધૂરું….હા, ગુજરાતીઓ અથાણા વગર જમતા જ નથી.. ત્યારે આ બધામાંથી પશુઓ કેમ બાકાત રહે….??? ત્યારે હવે સાબરકાંઠા જીલ્લાની અગ્રણી સાબરડેરીએ સહકારીક્ષેત્રમાં સૌ પ્રથમવાર પશુઓ માટે અથાણું તૈયાર કર્યું છે….
સાબરકાંઠા જીલ્લ્લાના પશુઓ હવે ઉનાળામાંમાં પણ બીજી ઋતુઓની જેમ ભરપુર દૂધ આપશે…સમાન્ય રીતે ઉનાળામાં લીલા ઘાસચારાની તંગી હોવાને લઈને પશુઓના દુધનું પ્રમાણ ઓછું થઇ જાય છે… ત્યારે હવે સાબરડેરીએ પશુઓ માટે લીલા ઘાસ ચારાનું અથાણું તૈયાર કર્યું છે…સહકરી ક્ષેત્રમાં સૌ પ્રથમ વાર તૈયાર કરેલ આ અથાણું ૧૮ માસ સુધી જળવાઈ રહે છે….સાઈલેજ નામથી બનાવાયેલ આ અથાણું જમીન વગરનાં લોકો કે જે પશુ પાલનના વ્યવસાય સાથે જોડાયેલા છે તે લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થાય એમ છે……
સાબરડેરી દ્વારા આ અથાણા માટે ખેડૂતોને પૈસા આપી મકાઈનું લીલું ઘાસનું વાવેતર કરાવામાં આવે છે….ત્યારે બાદ દડેરીમાં પ્રોસેસ કરીને ડેરીના વૈજ્ઞાનિકોની હાજરીમાં આ અથાણું તૈયાર કરવામાં આવે છે..વળી, ૨૫ દિવસમાં તૈયાર થતા આ અથાણાની ખાસ વિશેષતા એ છે કે તે સાબરદાણ કરતા પણ સસ્તું એટલે કે 6.૫૦ રુપીએ કિલો છે….
અત્યાર સુધી માત્ર ગુજરાતી થાળીમાં જ અથાણાની લહેજત માણી શકાતી… જો કે હવે ગુજરાતીઓની જેમ જ ગુજરતી પશુઓ પણ બારે માસ ડેરીએ તૈયાર કરેલ અથાણું આરોગી શક્શે..જેને લઈને ઉનાળામાં ઉભી થતી દુધની તંગીને નિવારી શકાશે……