બાબરાનું સહિયર ગ્રુપ જેમાં ૩૦ થી ૫૯ વર્ષ સુધીના ગૃહિણીઓ પ્રાચીન ગરબામાં તાલુકા, જિલ્લા અને ઝોન કક્ષાએ પ્રથમ નંબર મેળવી રાજ્ય સ્તરે ઝળકયાં હતા. જેના માટે તમામ સ્પર્ધકોએ અથાગ મહેનત કરી હતી. રાજ્ય સ્તરે પહોંચવા માટે મહેનત તો જરૂરી છે જ પરંતુ સાથે સાથે પ્રાચીન ગરબાના નિયમો અને કોરિયોગ્રાફી ખૂબ જ મહત્ત્વની બાબત છે.
તેઓ શાસ્ત્રીય નૃત્ય કથકમાં પણ અનેક સ્ટેજ પર્ફોર્મન્સ આપી ચૂક્યા છે. ડૉ.અર્ચનાબેન આહિરનું જીવન કલાને સમર્પિત છે. એમ કહિયે તો અતિશયોક્તિ નથી કારણકે ચિત્રમાં સોમાલાલ શાહ અવોર્ડ મેળવી ચૂક્યા છે અને નેશનલ લેવલ પર ચિત્ર સ્પર્ધામાં ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે. આમ, કલાના ઘણા ક્ષેત્રમાં તેઓ નેશનલ લેવલ પહોંચ્યાં હોવાથી કહી શકાય કે તેઓ બહુમુખી પ્રતિભા ધરાવે છે.
ડૉ. અર્ચનાબેન આહિર જિલ્લા પંચાયત વિપક્ષ નેતા પ્રભાતભાઈ કોઠી
વાળ અને શિક્ષણ સમિતિના ચેરમેન રહી ચૂકેલા મીનાબેન કોઠીવાળના દીકરી છે. બાબરા માટે ગર્વ લેવા જેવી બાબત છે કે આપણી દીકરીએ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી દેશને ગૌરવ આપવામાં ફાળો નોંધાવ્યો છે. આ સાથે સહિયર ગ્રુપએ રાજ્ય કક્ષાએ સ્થાન પ્રાપ્ત કરતાં વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા છે.
બાબરાના સહિયર ગ્રુપનું સદ્દભાગ્ય કે આ ગ્રુપને ગરબાના આંતરરાષ્ટ્રીય સ્તરના કલાકાર ડૉ.અર્ચનાબેન આહિર કોરિયોગ્રાફર તરીકે મળ્યા છે. ડૉ.અર્ચનાબેને કોલેજકાળ દરમિયાન અનેકવાર મિશ્ર રાસ, હૂડો, ટિપ્પણી, રાજસ્થાની અને ગરબામાં જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે પોતાની કલા પ્રસ્તુત કરી છે અને મિશ્ર રાસમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પણ રમઝટ બોલાવી ચૂક્યા છે. તેઓ મનોવિજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ની પદવી ધરાવે છે અને રાસ ગરબાની સાથે સાથે શાસ્ત્રીય નૃત્ય કથ્થકમાં વિશારદની પદવી ધરાવે છે.