કપાસીયા અને પામતેલના ભાવ સ્થીર
મગફળીની આવકમાં થતા અને પીલાણ ઘટતા સીંગતેલના ભાવમાં છેલ્લા 10 દિવસમાં 60 રૂપીયાનો ઘટાડો નોંધાયો છે. ફરી એકવાર સિંગતેલના ડબ્બાના ભાવ 3000 રૂપીયા આગળ વધી રહ્યા છે. કપાસીયા અને પામતેલ સહિત સાઇડના તમામ તેલના ભાવ યથાવત છે.
છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં 60 રૂપીયાનો ઉછાળો આવ્યો છે. હાલ બજારમાં સીંગતેલના ડબ્બાના ભાવ રૂ.2950 બોલાય રહ્યા છે. ટૂંક સમયમાં ફરી સિંગતેલનો ડબ્બો 3 હજારની સપાટીને કૂદાવે તેવું જાણકારો માની રહ્યા છે. જો કે સાઇડના તમામ તેલના ભાવ યથાવત છે. કપાસિયા તેલના ડબ્બાના ભાવ રૂા.1810 અને પામોલીન તેલના ડબ્બાના ભાવ 1545 રૂપીયા બોલાય રહ્યા છે. છેલ્લા ઘણા દિવસોથી મગફળીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જેના કારણે પીલાણ ઘટી ગયુ છે. જેથી સિંગતેલના ડબ્બાના ભાવમાં ઉછાળો નોંધાયો છે.