એમઓયુ કરાતા સ્પેશિયલ સ્ટીલનું ઉત્પાદન 2.5 કરોડ ટન જેટલું વધશે!!!
સ્ટીલ ક્ષેત્રે ભારત ક્રાંતિ સર્જવા માટે નિકાસને અપનાવી રહ્યું છે ત્યારે સ્પેશિયલ સ્ટીલમાં આત્મ નિર્ભર બનવા માટે કેન્દ્ર સરકારે 27 જેટલી કંપનીઓ સાથે કરારો કર્યા છે જે દરેક કંપનીઓને સરકાર અનેકવિધ રીતે પ્રોત્સાહિત કરશે. એટલું જ નહીં સરકાર 6000 કરોડ રૂપિયાથી પણ વધુનું જંગી રોકાણ કરી રોજગારીનું પણ સર્જન કરશે. સરકારે આગામી પાંચ વર્ષોમાં 30,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કર્યો છે.
હાલ જે કંપનીઓ સાથે કરવામાં આવ્યા તેમાં ટાટા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા, આર્સેનલ મિતલ, જીંદલ સ્ટીલ સહિતની કંપનીઓને સરકારની આ યોજનાનો લાભ મળશે.પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી છે કે આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સ્ટીલ મહત્વપૂર્ણ છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે પીએલઆઈ યોજનાએ આ ક્ષેત્રને સ્પષ્ટપણે ઉર્જાવાન કર્યું છે અને તે આપણા યુવાનો અને ઉદ્યોગસાહસિકો માટે તકોનું સર્જન કરશે.
હાલ ભારત સ્પેશિયલ સ્ટીલ માં વધુને વધુ આયાત કરતો હતો પરંતુ હવે સરકારની પ્રોડક્શન લિંક સ્કીમ અંતર્ગત કંપનીઓ નિકાસ શરૂ કરશે. ભારત હાલ જાપાન અને સાઉથકોરિયા પાસેથી સ્ટીલ આયાત કરી રહ્યું છે. સ્પેશિયાલિટી સ્ટીલ માટે પીએલાઈ સ્કીમ હેઠળ 27 કંપનીઓ સાથે 57 એમઓયુ પર હસ્તાક્ષર કરવા માટે સ્ટીલ મંત્રાલય દ્વારા આયોજિત એમઓયુ પર હસ્તાક્ષર સમારોહ વિશે કેન્દ્રીય સ્ટીલ મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા દ્વારા એક ટ્વીટ શેર કરીને, પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે સ્ટીલ આવશ્યક છે. ઉત્પાદન પ્રોત્સાહન સ્કીમ સ્કીમથી આ ક્ષેત્રને સ્પષ્ટ રીતે ઉત્સાહિત કરવામાં આવ્યું છે અને તે આપણા યુવાનો અને ઉદ્યોગસાહસિકો માટે તકોનું સર્જન કરશે.