અબતકની મુલાકાતમાં જેઠા પરિવારની ભાગવત સપ્તાહમાં પ્રકૃતિ પ્રેમના પ્રસારના કાર્યક્રમોની આપી આયોજકોએ વિગતો
ધર્મ ,સંસ્કૃતિ અને પર્યાવરણના એકરૂપ કાર્યક્રમથી જ સાચું પુણ્ય મળે, મોરબીના માળિયા મીયાણા તાલુકાના ખીરસરા ગામે પિતૃઓના મોક્ષાર્થે અનોખા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ના આયોજનને સંસ્કાર અને પ્રવૃત્તિનો સમન્વય નો માહોલ ઉભો કરવામાં આવશે અબ તકની મુલાકાતે આવેલા કથાના આયોજકો માં નીતિનભાઈ જેઠા, જીતેન્દ્રભાઈ જેઠા, સાગરભાઇ જેઠા, મયુરભાઈ જેઠા, રાયધનભાઈ બાળા, વિ ડીં બાળા અને દિનેશભાઈ ડાવેરાએ કાર્યક્રમની વિગતો આપતા જણાવ્યું હતું કે ધર્મ. સંસ્કૃતિ અને પર્યાવરણના સમન્વય જેવા કાર્યક્રમોમાં ખીરસરા નાગદાનભાઈ નથુભાઈ જેઠા અને કનુભાઈ નથુભાઈ જેઠા દ્વારા જીવાભાઈ મામેયાભાઈ જીલરીયા પરિવારના પિતૃઓના મોક્ષ અર્થે 23 માર્ચથી 29 માર્ચ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
શાસ્ત્રી અશોકભાઈ જોશી દ્વારા સંગીત મય સેલીમાં તારીખ 23 થી 29 સુધી તેમજ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નો ધર્મ લાભ આપવામાં આવશે ,સપ્તાહ દરમિયાન વિવિધ સમાજ ઉપયોગી અને પર્યાવરણ ચેતનના કાર્યક્રમોમાં સપ્તાહના કાર્ડ કંકોત્રીને જ ચકલી ઘરનું રૂપ આપીને 1200 ચકલી ઘરોનું વિતરણ કરવામાં આવ્યું છે 1000 ખેડૂતોને પક્ષીઓ માટે દર વર્ષે ખેતરમાં બે ચાર પંખીઓ માટે જુવાર બાજરા ના વાવવાના સંકલ્પ લેવડાવવા છે પાંચ ગામના બાળકોને શેરી રમતો રમાડવામાં આવશે
પર્યાવરણની સેવા કરનાર પાંચ લોકોનું બહુમાન કરાશે અને આવતા ચોમાસામાં પાંચ ગામ દીઠ 500 કલમી કેસર આંબા, કાલિપતિ ચીકુ ,નાળિયેરી, જામફળ, બોરનું રાહત ભાવે વિતરણ કરવામાં આવશે. તથા સાંભળવા આવનાર તમામ શ્રોતાને ફળિયામાં વાવવા માટે 1,000 રોપાઓનું નું વિતરણ કરવામાં આવશે કથા દરમિયાન એક દિવસ સર્વરોગ નિદાન કેમ્પ .રક્તદાન શિબિર અને વ્યસનથી થતા નુકસાનના ચાર્ટનું પ્રદર્શન દરરોજ પક્ષીઓને ત્રણ અને સ્વાન માટે લાડવા અને ગામના પાદરે ગાયોને ચારો નિર્વામાં આવશે .પક્ષીઓ માટે ના માટીના પાણીના કરાશે આ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ થી અમૂલ જીવો અને પિતૃઓને બેવડો ફાયદો થશે ખીરસરા ખાતે 23 માર્ચ થી 69 માર્ચ સુધીના આ કાર્યક્રમમાં ધર્મ પ્રેમીઓને લાભ લેવા મુખ્ય આયોજક નાગદાનભાઈ નથુભાઈ જેઠા અને કનુભાઈ નથુભાઈ જેઠા પરિવાર નિમંત્રિત કર્યા છે.