અલગ ડિઝાઇન,કલર અને આધુનિક ફીચર સાથે કાર સુસજ્જ
મવડી ચોક પાસે આવેલ જય ગણેશ ટાટા મોટર્સ ખાતે ટાટા નેકસોન,ટાટા હેરિયર અને ટાટા સફારીના નવા રેડ હોટ ડાર્ક એડિશનનું લોન્ચ કરવામાં આવ્યું હતું.કંપની દ્વારા અલગ ડિઝાઇન અને કલર આ કારમાં આપવામાં આવ્યા છે તથા આધુનિક ટેકનોલોજીના અવનવા ફીચર સાથે આ કાર સુસજજ છે.હાલના આધુનિક યુગમાં દરરોજ આવું નવા વાહનો બજારમાં આવતા હોય છે
પરંતુ આજની જરૂરિયાત પ્રમાણે જોઈએ તો કાર એ એક જરૂરિયાતની વસ્તુઓ પણ બનતી જાય છે ખાસ રોજબરોજના કામથી લઈ ફરવા જવા માટે પણ હાલ લોકોને કાર ની જરૂરિયાત પડતી જ હોય છે બજારમાં આવતી અવનવી કાર લોકોનું આકર્ષણનું કેન્દ્ર બનતી હોય છે ત્યારે ફીચર્સ ની સાથોસાથ હાલ લોકો સુરક્ષા બાબતે પણ ખૂબ ધ્યાન આપી રહ્યા છે ત્યારે જો ભારતની વાત કરીએ તો દેશની કંપની ટાટા મોટર્સ પણ સુરક્ષા બાબતે હંમેશા ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરતી હોય છે ત્યારે ટાટાની ત્રણ કાર ને નવા રંગ રૂપ સાથે તથા આધુનિક ફીચર સાથે લોન્ચ કરી છે.
જય ગણેશ ટાટા મોટર્સ શોરૂમ ખાતે ટાટા મોટર્સ ની રેડ એન્ડ ડાર્ક મોડલ સફારી,હેરિયર અને નેક્સોન કારનું ભવ્ય લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.આ તકે જય ગણેશના એમ.ડી.રજનીકાંત ભાઈ પટેલ,ટાટા મોટર્સના ટેરેટરી મેનેજર દેવાંશુ ગુપ્તા,જય ગણેશ ના સી.ઈ.ઓ. સંદીપભાઈ ખરચરીયા,જનરલ મેનેજર હિરેનભાઈ ગોહિલ અને રાજકોટના નામાંકિત સરકારી બેંક અને પ્રાઇવેટ બેંક ઓફિસર અને ગ્રાહકો હાજર રહ્યા હતા.
નવી ડિઝાઇન અને કલર સાથે કંપનીએ આ ત્રણેય કારને માર્કેટમાં લોન્ચ કરી છે: સંદીપ ખરચરીયા
અબતક સાથેની વાતચીતમાં જય ગણેશ ઓટો હબ ટાટા મોટર્સ ના સી.ઈ.ઓ. સંદીપ ખરચરીયા જણાવે છે કે, આજરોજ જય ગણેશ ટાટા મોટર્સ ખાતે ટાટા નેકસોન,ટાટા હેરિયર અને ટાટા સફારીના નવા રેડ હોટ ડાર્ક એડિશનનું લોન્ચ કરવામાં આવ્યું હતું.
જે તકે જય ગણેશ ઓટોના બધા અધિકારીઓ બેંકના અધિકારીઓ તથા ગ્રાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ ત્રણેય કારમાં કંપની એ ખૂબ નવા ફીચર આપ્યા છે તથા નવી ડિઝાઇન અને કલર સાથે કંપનીએ આ ત્રણેય કારને માર્કેટમાં લોન્ચ કરી છે.
આ છે, નવા યુગની કારના ફીચર્સ
- બધા જ મોડલ ફેસ ટુ વેરિયન્ટમાં છે બધા મોડલની થીમ રેડ એન્ડ ડાર્ક ઇન્ટિરિયરમાં આપેલી છે.
- ન્યુ જનરેશન 3 CM સ્ક્રીન હર્મન કંપનીની મ્યુઝિક સિસ્ટમ વિથ 200 વોઇસ કમાન્ડ અન્ય છ ભાષા માં આપવામાં આવે છે.
- ન્યુ જનરેશન 78 CM ડિજિટલ T F T ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર આપેલ છે.
- 360 ડીગ્રી ન્યુ કેમેરા આપેલ છે.
- 6 WAY પાવર ડ્રાઇવર સીટ વિથ 3 સેટ મેમરી સેટિંગ વિથ વેલકમ કમાન્ડ આપેલ છે.
- ખૂબ જ ઈમ્પોર્ટેડ એડવાન્સ (10 ADAS ફીચર્સ )ડ્રાઇવર અસ્સીસ્ટન્ટ સિસ્ટમ આપેલ છે.