અંજુ શર્મા, એસ.જે.હૈદર અને જે.પી.ગુપ્તાને પ્રમોશન મળ્યુ
રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકારની મંજૂર મળતા રાજ્યના ચાર સિનિયર આઇએએસ અધિકારીઓને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યા છે. આ ચારેય સનદી અધિકારીઓ આ વર્ષ નિવૃત્ત થઇ રહ્યા છે. ત્યારે તેઓને નોકરીના અંતિમ દિવસોમાં પ્રમોશન આપવામાં આવ્યા છે. રાજ્ય સરકાર દ્વારા હાલ તામીલનાડુમાં ડેપ્યુટેશન પર રહેલા ડો.જયંતી એસ.રવિને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન અપાયુ છે. તેઓને તેમના મુળ સ્થાને યથાવત રાખવામાં આવ્યા છે.
આ ઉપરાંત લેબર, સ્કીલ ડિપાર્ટમેન્ટ અને એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટના પ્રિન્સીપલ સેક્રેટરી ડો.અંજુ શર્મા, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના પ્રિન્સીપલ સેક્રેટરી એસ.જે.હૈદર અને ફાઇન્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સીપલ સેક્રેટરી જગદીશ પ્રસાદ ગુપ્તાને અધિક મુખ્ય સચિવ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે.