દરેક કેમ્પમાં 156 બોટલ રક્ત એકત્રીત કરવામાં આવશે: રાજ્યભરમાં સેવા કાર્યોની વણઝાર
ગુજરાત પ્રદેશ ભાજપના સફળ સુકાની, પેજ સમિતિના પ્રણેતા લોક લાડીલા સાંસદ અને જેના નેતૃત્યમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ રેકોર્ડ બ્રેક 156 બેઠકો જીત્યું છે. તેવા સી.આર.પાટીલનો આજે 68મો જન્મદિવસ છે. રાજ્યભરમાં 156 સ્થળોએ મહારક્તદાન કેમ્પ યોજાશે. દરેક કેમ્પમાં 156 બોટલ રક્ત એકત્રીત કરાશે. ભાજપના કાર્યકરો દ્વારા રાજ્યભરમાં પોતાના હૃદ્ય સમ્રાટ નેતાના જન્મદિનની સેવાકાર્યો સાથે ઉજવણી કરવામાં આવી રહી છે.
આજે ગુજરાતના પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના જન્મદિવસ નિમિત્તે ભાજપ યુવા મોરચો, મહિલા મોરચો, બક્ષિપંચ મોરચો, કિસાન મોરચો, અનુ.જાતિ મોરચો, અનુ.જનજાતિ મોરચો, લઘુમતી મોરચા દ્વારા અલગ કાર્યક્રમો કરવામાં આવશે.
યુવા મોરચા દ્વારા 156 સ્થળોએ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું છે. જેમાં, એક કેમ્પમાં 156 બ્લડ યુનિટ એકત્રિત કરવામાં આવશે તેમજ વ્યસન મુક્તિ કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. મહિલા મોરચા દ્વારા મંડળ સ્તરે અનાથ આશ્રમ, વૃદ્ધાશ્રમમાં ભોજન, ગરીબ બાળકો અને મહિલાઓ માટે દૂધ, પૌષ્ટિક નાસ્તો, જીવન જરૂરિયાતની વસ્તુ, સ્લીપર વિતરણ કાર્યક્રમ તેમજ ટીબીના દર્દીઓને મહિલા મોરચો અને ચિકિત્સા સેલ દ્વારા પોષણ કિટોનું વિતરણ કરવામાં આવ્યુ હતું. પુખ્ત વયના ટીબીના દર્દી માટે માસિક પોષણકીટોનું જીલ્લા તેમજ તાલુકા સ્તરે વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં, અનાજ અને બાજરી 3 કિગ્રા, કઠોળ 1.5 કીગ્રા, દૂધ 6 લિટર, વનસ્પતિ તેલ 250 ગ્રામ વિતરણ કરવા ટીબી દર્દીના ઘરે જશે તેમજ અન્ય મોરચાઓ દ્વારા જીલ્લા/તાલુકા/મંડળ સ્તરે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી હતી. ફ્રૂટ વિતરણ કાર્યક્રમ, મંડળ સ્તરે આઇસ્ક્રીમ વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યું હતું.