પાટડીધામે રૂડા અવસરિયા આવ્યા…
સંતવાણીમાં દેવરાજ ગઢવી (નાનો ડેરો), જયમંત દવે, મહેશદાન ગઢવી, રાજૂભાઈ આહીર, બ્રિજરાજ ગઢવી, ઉમેશ બારોટ, સહિતના નામી-અનામી કલાકારો ભકતોગણોને ડોલાવશે
પૂ. જગાબાપાની દશમી પૂણ્યતીથીની ઉજવણીના અવસરે ઉમટી પડવા ભાવિકોને સિતારામ પરિવારનું સ્નેહ નિતરતું આમંત્રણ
ચૈત્રી નવરાત્રિના આરંભે 22મી માર્ચને બુધવારે વહેલી સવારથી રાત્રી સુધી અનેક વિધ ધાર્મિક કાર્યક્રમોની વણઝાર
અઘોરીના આશ્રમે, ઘેરા મટી જાય ઘાવ, પૂ. ભાવેશબાપુનો ભાવ સૌને મળે શામળા…
પાટડીધામનાં આંગણે રૂડા અવસરિયા આવ્યા છે સંત શિરોમણી પૂ. જગાબાપાની દશમી પૂણ્યતિથીની ચૈત્રી નવરાત્રિના આરંભે અર્થાત 22મી માર્ચને બુધવારે ભકિતભાવ સાથે ઉજવણી કરવામાં આવશે. વહેલી સવારથી રાત્રિ સુધી વિવિધ ધાર્મિક કાર્યક્રમો ઉજવાશે. સૌરાષ્ટ્ર સહિત રાજયભરનાં ભકતગણોને ઉમટી પડવા માટે સિતારામ પરિવાર દ્વારા સ્નેહ નિતરતું આમંત્રણ આપવામા આવ્યું છે.
સૌરાષ્ટ્રના પ્રથમ પંકિતના સંત એવા પૂ. જગાબાપા સદેહ આપણી વચ્ચે નથી તેને એક દશકાનો વહાણો વિતી ગયો છતા આજે પણ બાપા ભકતોનો સાદ સાંભળી રહ્યા છે. શ્રધ્ધા સાથે જ બાપાને યાદ કરતાની સાથે જ આજની તારીખે એકપળમાં તમામ દુ:ખો દૂર થઈ જાય છે. સિતારામ પરિવાર દ્વારા આગામી 22 માર્ચના રોજ ખારાગોઢા પાટડી ખાતે પૂ. જગાબાપાની દશમી પૂણ્યતિથીની ઉજવણી કરવામાં આવશે. આગામી બૂધવારે સવારે 7.30 કલાકે યજ્ઞનો આરંભ થશે. સવારે 10.15 કલાકે મૂર્તિ પૂજન, બપોરે 1.15 કલાકે યજ્ઞની પૂર્ણાંહુતિ, બપોેરે 1.30 કલાકે મહાપ્રસાદ, બપોરે 4 કલાકે ભવ્યાતિભવ્ય શોભાયાત્રા, રાત્રે 8 કલાકે મહા પ્રસાદ અને રાત્રે ભવ્ય સંતવાણી જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે.
જાહેર સંતવાણી (ડાયરા)માં દેવરાજ ગઢવી (નાનો ડેરો), જયમંત દવે, મહેશદાન ગઢવી, શિવરાજ ગઢવી, હરિભા ગઢવી, રાજુભાઈ આહીર, બ્રિજરાજભાઈ ગઢવી, જીજ્ઞેશભાઈ બારોટ, ઉમેશભાઈ બારોટ, આશ્રમના કવિરાજ દડુભા કરપડા, ભુવાજી ગમન સાંથલ અને વિજય સુવાડા, મોજીલો માલધારી મેરૂભાઈ રબારી, હાસ્ય કલાકાર હકાભા ગઢવી અને મોજી રમકડુ રૂષભભાઈ આહીર ભકતગણોને લોક સાહિત્ય અને ભકિત રસ પિરસશે.સ્ટેજનું સંચાલન રમેશદાન ગઢવી અને દાદુભાઈ રબારી દ્વારા કરવામાં આવશે.
તબલચી જીતુ બગડા એન્ડ ગ્રુપ, જયસુખભાઈ, મુન્નાભાઈ મહારાજ, બેન્જો વાદક હરેશભાઈ, રવિભાઈ પરમાર સહિતના સાંજીદા પોતાની કલા રજૂ કરશે શોભાયાત્રામાં ડી.જે.ના કલાકારો દિવ્યા ચૌધરી, વિજય જોરણગ, દશરથ ગોવાળીયા, રવિ ખોરાજ, વિપુલ સુસરા, સુરેશ ડુમાણા, વિશાલ હાપોર અને બબલુ પાનસર ભકતોને પૂ. જગાબાપાની મોજમાં મશગુલ કરશે.પાટડી ઉદાસી આશ્રમના મહંત પૂ. ભાવેશબાપુ, પૂ. મયુરબાપુ અને લઘુ મહંત પૂ. વૈભવબાપુએ પૂ. જગાબાપાની ભકિતની જયોતને આજે પણ પૂર્ણ રિતે પ્રજજવલીત રાખી છે. આજની તારીખે ઉદાસી આશ્રમમાં માત્ર પગ મૂકવાથી તમામ પ્રકારના દુ:ખો દૂર થઈ જાય છે. પૂ. જગાબાપાની દશમી પૂણ્યતિથીની ઉજવણીના અવસરમાં સામેલ થવા ભકત સમુદાયને સિતારામ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.