ખુંટીયો આડો ઉતરતા બાઈક અકસ્માતમાં પાછળ બેઠેલા વ્યકિતનું મોતથી પરિવારમાં શોક
મોરબી શનાળા રોડ નવા બસસ્ટેન્ડ સામેથી જતી બાઈકનાં આડે ખુંટીયો ઉતરતા બાઇકમાં પાછળ બેસેલ યુવકનું નિચે પડી જતા રોડ ઉપર આવેલ ફુટપારીના થાંભલા સાથે અથડાતા મોત નીપજ્યું છે. મળતી માહિતી અનુસાર, મોરબીનાં નવા જાંબુડીયા શકિતપરા ખાતે રહેતા દીનેશભાઇ અવચરભાઇ સાલાણીનો દીકરો અજય આરોપી સાહીલ જાહીરભાઇ નારેજા (રહે.સર્કીટહાઉસ સામે મફતીયુપરૂ મોરબી-2) સાથે આરોપીની જીજે 36 એઇ 8458 નંબરની હીરો સ્પ્લેન્ડર મોટર સાઇકલ પર બેસી મોરબી નવા બસસ્ટેંડ થી ગાંધીચોક તરફ જતા રસ્તા ઉપર જતા હતા.
ત્યારે આરોપીએ પોતાનું મોટરસાઇકલ બેદરકારી પુર્વક પુરપાટ ઝડપે ચલાવી રસ્તામા ખુંટીયો આડો ઉતરતા તેની સાથે અથડાવતા બાઇકમાં પાછળ બેસેલ ફરિયાદીનો દીકરો અજય નિચે પડી જતા રોડ ઉપર આવેલ ફુટપારીના થાંભલા સાથે અથડાતા માથાના ભાગે ગંભીર ઇજા તેમજ શરીરના ભાગે છોલછાલ જેવી ઇજા થતા મોત નીપજ્યું હતું. જે સમગ્ર મામલે મોરબી સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.