સોનીપથમાં ગઈકાલે થયેલા સાંજે શિવાની અને અશ્વિનનાં લગ્ન ખાસ હતાં. કેમ કે તમામ ૨૫ જાનૈયાઓએ અંગદાનનું રજિસ્ટ્રેશન કરાવીને એક અલગ જ સમાજની તસવીર રજૂ કરી. અહીં હાજર અન્ય લોકોએ પણ અંગદાનની ઇચ્છા વ્યક્ત કરી. આ લગ્નમાં ૪૪ લોકોએ અંગદાન અને ૫૦ લોકોએ દેહદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું. શિવાનીએ પહેલાં જ નક્કી કરી લીધું હતું કે તે એવા છોકરા સાથે લગ્ન કરશે જે તેના પિતા આનંદકુમારની અંગદાન ચળવળનો સાથ આપે. આનંદને આની પ્રેરણા શિવાનીએ જ આપી છે. પિતાએ પુત્રીનો સંબંધ નક્કી કરતી વખતે એ વાતનું ધ્યાન આપ્યું હતું કે તેમનો થનારો જમાઈ આ ચળવળ સાથે ખુશી ખુશી જોડાય.દિલ્હીના નરેલા નિવાસી અશ્વિને આ શરતને માન્ય રાખી હતી. તેને જાનૈયાઓને પણ અંગદાન માટે રાજી કર્યા. શિવાનીએ જણાવ્યું કે તેના ડાબા પગમાં પોલીયોના કારણે ચાલવામાં પ્રોબ્લેમ થાય છે. નવમા ધોરણમાં હતી ત્યારે તેની એક ફ્રેન્ડનું એક અંગ ખરાબ થયું હતું. સમય પર અંગ ન બદલી શકવાના કારણે તે મૃત્યુ પામી. તેણે તેના પિતાને આ ચળવળ માટે રાજી કર્યા. પોલીસ લાઈન સ્થિત કોમ્યુનિટી સેન્ટરમાં સંપન્ન થયેલા લગ્નમાં ક્ધયા પક્ષે જાનૈયાઓને જડીબુટ્ટીના છોડ ભેટમાં આપ્યા. વર ક્ધયાના ફોટોની સાથે અંગદાન-દેહદાનને લઈને જાગૃતિ સંદેશ, છાપેલો કોફી મગ પણ ભેટ આપ્યો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને નવા અભ્યાસ કે જ્ઞાનને લગતી બાબતોમાં સારું રહે, ઉચ્ચ અભ્યાસ કરવા ઇચ્છતા મિત્રો માટે સારી તક આવે, પ્રગતિ થાય.
- યુક્તિ રાંદેરિયાનો વ્હાઇટ વનપીસમાં elegant look
- PM મોદીની અધ્યક્ષતામાં હાઈલેવલ મિટિંગ : આગામી રણનીતિને લઇ કરાઈ ચર્ચા !
- વડોદરામાં હીટ એન્ડ રનની ઘટના….
- રાજકોટ: વિદ્યાનગર મેઈન રોડ પર ફર્નીચરની દુકાનમાં આગ
- Osamu Suzuki ને પદ્મ વિભૂષણના અવોર્ડથી સન્માનિત કરાયા…
- કિશોરી પર બે વાર દુ*ષ્ક*ર્મ આચરનાર નરાધમ ‘મામા’ ઝડપાયો
- કેરીના બગીચાઓ રોગના ભરડામાં: પાક નિષ્ફળ જતા ખેડૂતો-કોન્ટ્રાક્ટરો બેહાલ!!