સીસી ટીવી કુટેજ આધારે લુંટારૂઓની ઓળખ મેળવવા પોલીસ તપાસ
જામજોધપુર ના માર્કેટિંગ યાર્ડ પાસે એક વેપારીના હાથમાંથી ધોળે દહાડે રૂપિયા 20 લાખની રોકડ રકમ ભરેલા થેની લૂંટ ચલાવવા અંગે બે જાણ્યા શખ્સો સામે ગુનો નોંધ્યો છે, જ્યારે જિલ્લા પોલીસવડા- એસસીબી સહિતનો કાફલો જામજોધપુર દોડી ગયો છે, અને આરોપીઓને પકડવા ચો તરફ નાકાબંધી કરાઈ છે.
જામજોધપુર ના જામવાડી માં રહેતા ભૌતિકભાઈ પ્રવીણભાઈ રામોલિયા કે જેઓના હાથમાંથી લૂંટારુઓ રૂપિયા 20 લાખની રકમ ભરેલા થેલા ની લૂંટ ચલાવી ગયા હતા, તેઓ એચડીએફસી બેન્કમાંથી રોકડ રકમ લઈને પોતાના બાઈકની ટાંકી પર થેલો રાખી માર્કેટિંગ યાર્ડ તરફ જઈ રહ્યા હતા, જે દરમિયાન ડબલ સવારી બાઇકમાં આવેલા લુટારુઓ રોકડ રકમ ની લૂંટ ચલાવી ભાગી છુટ્યા હોવાથી વેપારીની ફરિયાદના આધારે જામજોધપુર પોલીસે બંને લૂંટારુઓ સામે ગુનો નોંધ્યો છે.
આ ઘટનાની જાણ થયા પછી જામનગરના એસપી પ્રેમસુખ ડેલુ ઉપરાંત એલસીબીની ટિમ વગેરે જામજોધપુર પહોંચી ગયા છે, અને સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવાઇ છે. તેમજ જુદા જુદા વિસ્તારના સીસીટીવી કેમેરાઓ તપાસીને આરોપીઓની ઓળખ મેળવવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. બંને લૂંટારુઓ એફ.ઝેડ મોટરસાયકલ માં આવ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે, અને તે વાહનના રજીસ્ટ્રેશન નંબરના આધારે તપાસનો દોર આગળ ધપાવાયો છે.