21 માર્ચે રાત્રે 8.35 વાગ્યે ઘટ સ્થાપન થશે તથા 28 માર્ચે રાત્રે 1 વાગ્યે બિડું હોમાશે
ભૂજથી 100 કી.મી. અંતરે આવેલ 19 મી સદીનું ભવ્ય તિર્થધામ માતાના મઢ માં આશાપુરા માતાજીનું ભવ્ય મંદિર આવેલ છે. જયાં પ્રતિવર્ષથી જેમ ચૈત્રી નવરાત્રી તેમજ આસો નવરાત્રી ભવ્ય રીતે તે ઉજવવામાં આવે છે.
ત્યા ચૈત્રી નવરાત્રી તા .21,03,2023 , મંગળવારના રોજ ભવ્ય પ્રારંભ થશે . તા .21.03,2023 , મંગળવાર રાત્રે 08:35 કલાકે ઘટ સ્થાપન થશે . તા , 28.03.2023 , મંગળવાર ચૈત્રીસુદ -7 ભવ્ય હોમાદિક ક્રિયા રાત્રે 8:00 કલાકે શરૂ થશે . હોમાદિક ક્રિયા ઉત્સવના અધ્યક્ષસ્થાને રાજાબાવા યોગેન્દ્રસિંહજી પુજાવિધિ કરશે . ગોરમહારાજ છે દેવપ્રસાદ મુળશંકર જોષી સમગ્ર હવનની વિધિ કરાવશે . રાજાબાવા યોગેન્દ્રશિંહજી તા .28.03.2023 , મંગળવાર ચૈત્રીસુદ – 7 મોડી રાત્રે 01:00 કલાકે બિડું હોમાશે .
આ સમયે રાજવી પરિવાર , માઇભકતો , આમંત્રિત મહેમાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી હવનમાં આહુતિ આપશે . તેમજ માતાજીની સ્મૃતિ , શ્લોક , મંત્રો દ્વારા હવનમાં વિવિધ ફળો તથા ફુલો દ્વારા વિધિવત આહુતિ ચડાવાશે . રાત્રે 1:00 કલાકે બિડું હોમાશે . માં આશાપુરાના જયઘોષ સાથે માં આશાપુરાની જય બોલો રે માવડી મઢવાળી ” ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ભકિતમય બની જાય છે . ચૈત્રીનવરાત્રી સમયે સમગ્ર કચ્છમાં કચ્છી માડું કઠોર પરિશ્રમ કરી પગપાળા સૌરાષ્ટ્ર – કચ્છના માઇભકતો માં આશાપુરાના દર્શન કરવા જાય છે . કચ્છ ઘણીયાળી માં આશાપુરા ઉપર અપાર શ્રધ્ધા અને વિશ્વાસથી સેવા ચાકરી કરતા કરતા કચ્ચી માડું પદયાત્રીઓના વિના મુલ્યે વિના સંકોચ ભોજન ચા , દુધ , દવા વગેરે જરૂરી ચીજવસ્તુઓની સેવા આપે છે . સેવા એજ ધર્મના ઉદેશને ધ્યાને લઇ પદયાત્રી જાણે માં આશાપુરા જાગતી દેવી સ્વરૂપે સાથે છે . તેવો અહેસાસ અનુભવે છે .
ચૈત્રીનવરાત્રીમાં નવદુર્ગા દેવીઓની પુજા નવરાત્રીના પ્રથમ દિવસે શૈલપુત્રી પુજા , બીજા દિવસે બ્રહમ માહિણી પુજ , ત્રીજા દિવસે ચંદ્ર વંશા પુજા , ચોથા દિવસે કુષ્માંડા પુજા , પાંચમાં દિવસે કુષ્માંડા પુજા , છઠા દિવસે કાત્યાયની પુજા , સાતમાં દિવસે કાલરાત્રી પુજા , આઠમાં દિવસે મહાગૌરી પુજા , નવમાં દિવસે સિધ્ધીક્ષત્રી પુજા આમ ચૈત્ર નવરાત્રીના નવ નોરતામાં માતાજીની આરાધના તેમજ અનુષ્ઠાન કરવાથી ઉતમ ફળ પ્રાપ્ત થાય છે . માતાના મઢ મંદિરમાં શ્રીફળ વધેરવાની મનાઇ છે.