સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે બે વર્ષ પૂર્ણ
દૈનિક સરેરાશ રૂ. 1.17 કરોડના વિકાસ કામોને આપી મંજુરી: આરએમસી ઓન વોટસ એપ, ઓટીપી આધારીત ફરીયાદ નિવારણ પઘ્ધતિમાં રાજકોટ રાજયમાં અવ્વલ
લોયલટી બોનસ અને વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમથી કરદાતાઓને મળ્યા લાભા લાભ: એમઆઇજી આવાસોના ભાવ પણ રપ ટકા ઘટાડયા
રાજકોટ શહેરના અદ્વિતીય વિકાસ માટે ખડી સમિતિના ચેરમેન પુષ્કરભાઇ પટેલ ખરા અર્થમાં શિલ્પી સાબિત થયા છે. તેઓએ તાજેતરમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પદે બે વર્ષ પૂર્ણ કર્યા છે. બે વર્ષના કાર્યક્રમમાં તેઓએ 702.81 કરોડના વિકાસ કામોને બહાલી આપી છે. છેલ્લા એક વર્ષમાં દૈનિક સરેરાશ 1.17 કરોડના વિકાસ કામો મંજુર કર્યા છે. શહેરીજનોની સુખાકારી વધે તે માટે અનેક વિધ નિર્ણયો લેવામાં આવ્યા છે.
આ અંગે માહીતી આપતા સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન પુષ્કરભાઇ પટેલએ જણાવ્યું છે કે, રાજકોટ સૌરાષ્ટ્રનું મુખ્ય કેન્દ્ર છે અને રાજકોટના વિકાસની સાર્વત્રિક અસરો સૌરાષ્ટ્રભરમાં અનુભવાતી રહી છે.
ગત એર્ષ દરમ્યાન રાજકોટની જનતાના વિશાળ હિતમાં સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ખુબ જ મહત્વના નિર્ણયો કરવામાં આવેલ છે. અનેક મહત્વાંકાંક્ષી પ્રોજેકટ હાથ ધરવામાં આવેલ છે તેમ જ લોકોપયોગી યોજનાઓ અમલી બનાવવામાં આવેલ છે..
વધુ ને વધુ બાકી કરદાતાઓને ટેક્ષની ચડત થયેલ રકમના એરીયર્સને હપ્તામાં ભરપાઇ કરવાના લાભની સાથોસાથ બાકી રકમ પર નવું વ્યાજ ચડવામાંથી મુક્તિ સહિતનો બેવડી રાહત મળી શકે તે હેતુથી ‘વન ટાઇમ ઇન્સ્ટોલમેન્ટ સ્કીમ’ નો ચાલુ નાણાકીય વર્ષમાં પુરૂ થાય તેના દોઢ માસ અગાઉ એટલેકે તા.15/02/2023 થી જ અમલી બનાવી છે.
ે પ્રામાણિક કરદાતાઓ માટે વિશેષ ‘લોયલ્ટી વળતર’ યોજના રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં સૌપ્રથમ વખત દાખલ કરેલ છે.
” ગરીબ તથા મધ્યમ વર્ગના લોકોનું પોતાના “ઘરનું ઘર” નું સ્વપ્ન સાકાર થાય તે માટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા લોકભોગ્ય નિર્ણય લઈ, એમ.આઈ.જી. પ્રકારના આવાસની વેચાણ કિંમત રૂ.24 લાખથી ઘટાડી, રૂ.18 લાખ કરવામાં આવ્યા છે.
” રાજ્યમાં સૌપ્રથમ ‘આર.એમ.સી. ઓન વોટ્સએપ’ સેવા અમલી બનાવી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકાના 25 થી વધુ વિભાગની 175 થી વધુ સેવાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ થયેલ છે,
મહાપાલિકાની જુદી-જુદી સેવાઓ ઝડપી અને પારદર્શક બને તે હેતુથી ‘ઓ.ટી.પી. આધારિત ફરિયાદ નિવારણ’ પધ્ધતિની અસરકારક અમલવારી, જેમાં અરજદારએ પોતે કરેલ કમ્પલેઇનના નિકાલ અને કામગીરીની ગુણવત્તા અંગે ફીડબેક સહિત સ્ટેટસ અપડેટ માટે ઓ.ટી.પી. વેરીફીકેશન પધ્ધતિ અમલમાં મુકવામાં આવી છે.
મહાપાલિકાના દરેક આરોગ્ય કેન્દ્રો ખાતે અત્યાધુનિક ટેસ્ટીંગ ઇક્વીપમેન્ટસની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે, જેના થકી બ્લડ અને યુરિન ટેસ્ટ, એકસ-રે, ઇ.સી.જી. સહિતના ટેસ્ટ વિનામુલ્યે કરાવી શકાય છે.
છેલ્લા એક વર્ષ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટી દ્વારા રૂ.430.35 કરોડના જુદા જુદા વિકાસલક્ષી કામો તથા લોકોની પ્રાથમિક સુવિધાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાં રૂ.104.88 કરોડના ખર્ચે રસ્તાકામ કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, શહેરના જુદા જુદા વિસ્તારમાં અંદાજે રૂ.61.40 કરોડના ડી.આઇ. પાઇપલાઇનના કામો મંજૂર કરવામાં આવેલ છે,
અંદાજે રૂ.44.02 કરોડના ખર્ચે શહેરના જુદા જુદા વિસ્તારમાં બ્રિજનાં કામો કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે વોર્ડ નં.11માં મોટા મવા સ્મશાન પાસે તથા ભીમનગર પાસે અંદાજે રૂ.13 કરોડના ખર્ચે તથા વોર્ડ નં.4માં વેલનાથપરામાં રૂ.3.95 કરોડના બ્રિજ બનાવવા સહિતના કામોનો સમાવેશ થાય છે.
અંદાજે રૂ.39.17 કરોડના ખર્ચે વોટરવર્ક્સ વિભાગ હસ્તકના જુદા જુદા પમ્પિંગ સ્ટેશનોની મશિનરીના ઓગમેન્ટેશન તથા કોમ્પ્રિહેન્સિવ મેઇનટેનન્સ તેમજ રાજકોટ શહેરના જુદા જુદા વિસ્તારોમાં પાઇપલાઇન બદલવાના કામો મંજુર કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે ન્યારા પમ્પિંગ સ્ટેશન, મવડી(પુનીતનગર) પમ્પિંગ સ્ટેશન, રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પલાન્ટ, ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશનની મશિનરીના ઓગમેન્ટેશન તથા કોમ્પ્રિહેન્સિવ મેઇનટેનન્સના રૂ.12.47 કરોડના કામ, તથા આજી ફીલ્ટર પ્લાન્ટથી દૂધસાગર પમ્પીંગ સ્ટેશન સુધી રૂ.6.91 કરોડના ખર્ચે પાઇપલાઇન નાંખવા સહિતના કામોનો સમાવેશ થાય છે.
સ્પોર્ટ્સ સંકુલોની સુવિધા માટે કુલ રૂ.22.69 કરોડના કામ મંજુર કરવામાં આવેલ છે, જેમાં મુખ્યત્વે વોર્ડ નં.12માં રૂ.22.33 કરોડના ખર્ચે નવું સ્પોર્ટ્સ સંકુલ બનાવવા સહિતના કામોનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત, રૂ.27.65 કરોડના ખર્ચે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના કામો, રૂ.15.52 કરોડના ખર્ચે ડ્રેનેજના કામો, રૂ.10 કરોડના ખર્ચે પેવિંગ બ્લોકના કામો, રૂ.6.96 કરોડના ખર્ચે બગીચાના કામો, રૂ.29.62 કરોડના ખર્ચે નવા વાહન ખરીદવાના કામ, રૂ.7.95 કરોડના ખર્ચે નવા આરોગ્ય કેન્દ્ર, રૂ.12.75 કરોડના ખર્ચે નવા કોમ્યુનિટી હોલ, રૂ.2.68 કરોડના ખર્ચે નવી વોર્ડ ઓફિસ બનાવવાના કામ, રૂ.1.35 કરોડના ખર્ચે નવી આંગણવાડીના મકાનો, રૂ.4.29 કરોડના ખર્ચે કમ્પાઉન્ડ વોલના કામ, રૂ.4.20 કરોડના ખર્ચે આરોગ્ય વિભાગના કામો, કોવિડ સમયગાળા દરમ્યાન રૂ.4.74 કરોડના ખર્ચે જરૂરી દવા તથા સાધનો, રૂ.3.66 કરોડના ખર્ચે રોશની વિભાગના કામો, રૂ.3.83 કરોડના ખર્ચે પાઇપ ગટરના કામો, રૂ.2.21 કરોડના ખર્ચે સ્ટોર્મ વોટર ડ્રેઇનના કામો, રૂ.1.02 કરોડ જુદા જુદા કાર્યક્રમો માટે, રૂ.2.92 કરોડ ગૌશાળા સંચાલન સહાય માટે, રૂ.2.97 કરોડ મેનપાવર કોન્ટ્રાક્ટ માટે, રૂ.1.24 કરોડ કર્મચારી-અધિકારીઓને મેડિકલ આર્થિક સહાય માટે, રૂ.1.99 કરોડના ખર્ચે જુદી-જુદી મશિનરી ખરીદી, રૂ.1.19 કરોડના ખર્ચે સી.સી. કામ, રૂ.1.20 કરોડના ખર્ચે પ્રાણી સંગ્રહાલયના કામો, રૂ.1.09 કરોડના ખર્ચે ફૂટપાથ બનાવવાના કામ સહીતના કામોનો સમાવેશ થાય છે.
અન્ય કામોમાં રૂ.88.98 લાખના ખર્ચે વોંકળાકામ, રૂ.56.53 લાખના ખર્ચે બોક્સ કલ્બર્ટ, રૂ.34.77 લાખના ખર્ચે કેમિકલ ખરીદી, રૂ.90.26 લાખના ખર્ચે કોમ્પ્યુટર ખરીદી, અધિકારી-કર્મચારી ગણવેશ માટે રૂ.60.25 લાખ, ક્ધસલ્ટન્સી માટે રૂ.65.57 લાખ, ડીઝલ જનરેટર સેટ માટે રૂ.51.57 લાખ, રેનબસેરા માટે રૂ.80.36 લાખ, સ્મશાન ગ્રાન્ટ માટે રૂ.34.80 લાખ, રોડ ડિવાઇડર માટે રૂ.29.91 લાખ, આધાર કાર્ડની કિટ ખરીદવા માટે રૂ.17.36 લાખ, લાયબ્રેરી માટે રૂ.64.98 લાખ, વર્કશોપ માટે રૂ.12 લાખના કામ, સહિતના જુદા જુદા કામો મંજુર કરવામાં આવેલ છે.
અંતમાં, પુષ્કરભાઇ પટેલ જણાયું હતું કે ગત વર્ષ દરમ્યાન સ્ટેન્ડિંગ કમિટીની કુલ મળી 22 મીટીંગો મળેલ જે અંતર્ગત કુલ 538 ઠરાવો થયેલ છે. જેમાં કુલ મળી રૂ.430.35 કરોડ મુજબ દૈનિક સરેરાશ રૂ.1.17 કરોડથી વધુના વિકાસ કામો સ્ટેન્ડિંગ કમિટી દ્વારા મંજુર કરવામાં આવ્યા છે.