રાજયભરમાં આજથી ધોરણ 10 અને ધોરણ 1રની બોર્ડની પરીક્ષાનો આરંભ થયો છે. પ્રથમવાર બોર્ડની પરીક્ષા આપી રહેલા બોર્ડના છાત્રોનો ઉત્સાહ વધે તે માટે બોર્ડના પરીક્ષાવીરોને પરીક્ષા કેન્દ્રો ખાતે મોઢા મીઠા કરાવી, લલાટે કુમ કુમ તિલક કરી મહાનુભાવો દ્વારા આવકારવામાં આવ્યા હતા.
સૌરાષ્ટ્રના 4 લાખ સહિત રાજયના 16.55 લાખ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 10 ના છાત્રો માટે આજે ભાષાનું પેપર અર્થાત ગુજરાતી અંગ્રેજી અને અંગ્રેજી વિષયનો પેપર જયારે ધોરણ 1ર સામાન્ય પ્રવાહમાં નામાના મુળ તત્વો અને વિજ્ઞાન પ્રવાહમાં ભૌતિક વિજ્ઞાનનું પેપર છે.
પરીક્ષાર્થીઓના ઉત્સાહમાં વધારો કરવા માટે પરીક્ષા પૂર્વ મોટીવેશનલ સેમીનાર સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજવામાં આવ્યો હતો. ધો. 10ની બોર્ડની પરીક્ષા છાત્રો માટે પોતાની કારકિર્દીની કેડી નકકી કરવાની કસોટી હોય છે. છાત્રોએ આજે ભારે ઉત્સાહ સાથે પરીક્ષા આપી હતી.