હોલો પારેવા કુળનું ફેમીલી પક્ષી
આપણાદેશમાં લગભગ બધે જ જોવા મળતું ઘર આંગણાનું કપોતકુળનું પક્ષી છે: ઉત્તર અમેરીકામાં તે સૌથી વધુ જોવા મળે છે: ભર બપોરે પણ સક્રિય રહેતો હોલો સંધ્યા સમય બાદ જોવા મળતો નથી
આ કણભક્ષી મોટે ભાગે જોડીમાં ફરતાં જોવા મળે છે: સુકાપ્રદેશ અને વન વગડામાં રહેવાનું વધુ પસંદ કરે છે: હોલો રણમાં રહી શકવાનું કારણ તે ખારા ઝરણાનું પાણી પી શકે છે: ઉનાળામાં ધોમ-ધખતા તાપમાં પાન વગરનાં વૃક્ષો પર ઘુઘુ….ઘુ….કરતો જોવા મળે છે
વિશ્ર્વમાં તેના વિવિધ પ્રકારોમાં પેેસેન્જર કબૂતર, શોક કરતું કોલર્ડ કબૂતર, સફેદ કબૂતર જેવી ગણના સાથે તેને મોર્નિંગ ડવ પણ કહેવાય છે
દેખાવે કબૂતર જેવું લાગતું ગભરૂ પક્ષી હોલો ખૂબજ ચબરાક પક્ષી હોય છે. સામાન્ય રીતે આછો રાખોડી ભૂરો અને નીચે હળવો અને ગુલાબી રંગ હોય છે. પાંખો પર કાળા ડાઘ હોય છે, અને પૂછડીના બહારના પીંછહા સફેદ રંગના હોય છે. વિદેશોમાં આ હોલાની પ્રજાતિઓ જોવા મળે છે. પણ તેના કદ આકાર તથશ આપણફા કપરતાં રંગે જૂદા ડતા જોવા મળે છે. તે સૂર્યસ્નાન અથવા વરસાદમાં સ્નાન કર છે. જમીન પર અથવા સપાટ ઝાડના થડ પર સુઈને, ઝૂકીને એક પાંખે લંબાવીને ઘણીવાર બેઠેલું જોવા મળે છે. હોલો છિછરાપાણી ખાબોચીયામા કે જમીન પર ડસ્ટબાથીંગ કરતો પણ જોવા મળે છે.
તેના વિવિધ પ્રકારો વિશ્ર્વમાં જોવા મળે છે, જેમાં પેસેન્જર કબુતર, શોક કરતું કોલર્ડ કબુતર અને સફેદ કબૂતરની ગણના થાય છે. તેને મોર્નિંગ ડવ પણ કહેવાય છે.
ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાના ધોમધખતા તાપમાં પાંદડાવગરનાં સુકા ઝાડ પર કે ઘરોની ટોચ ઉપર એકલો અટુલો હોલો ઘુ…ઘુ…ઘુ… કરતો સૌએ જોયો હશે. નાનપણમાં તો આપણને કબુતર અને હોલા વચ્ચે નો ફેર પણ માલુમ હતા. હાલમાં પણ શહેરમાં હોલા જોવા મળે છે. પણ બોલતા બહુ ઓછા જોવા મળે છે. હોલો મુખ્યત્વે જોડમાં રહેનારૂ પક્ષી છે. લગભગ બધા વાતાવરણમાં એ રહી શકે છે. તેબહુ ઉંચે ઉડી શકતું નથી.
આપણા ગુજરાત સિવાય દેશના મોટાભાગમાં જોવા મળતું ઘર આંગણાનું કપોતકુળનું પક્ષી છે. આપણા રાજયમાં તેની ચારથી પાંચ જાતો જોવા મળે છે. રહેણાંક આસપાસ જોવા મળતા ગરદન પાછળ કાળો કાંઠલો હોય છે. તેનીવિવિધ પ્રજાતિમાં ધોળહોલો, હોલડી, લોટણહોલો, તલિયો હોલો જેવી વિવિધ જાતો જોવા મળે છે. અંગ્રેજીમાં તેને યુરેશીયન કોલર્ડ ડવ કહેવાય છે. આપણે બાલમંદિરમાં ભણતા ત્યારે ‘ડવ’ એટલે કબુતર શીખેલા મોટા ધોરણમાં ‘પીજન’ કહેતા થયા પણ પછી ખબર પડી કે ‘ડવ’ એટલે હોલો….
હોલો કણભક્ષીઘાસના બી અને અનાજનાં દાણા વીણીને જમીન પરથી ખોરાક મેળવે છે. મોટાભાગે નર માદા સાથે ફરતા જોવા મળેે છે.તે મોટાભાગે ખુલ્લી જગ્યા મેદાનો ખેતરો વાડી,સીમમાં ફરતા જોવા મળે છે. માળાની બાંધણીમાં અન્ય પક્ષી કરતા બહુ નબળા જોવા મળે છે. નાના ગામડાની ભાગોળે તથા કયારેક આપણા આંગણામાં પણ ચણવા આવી ચડે છે. આપણા ગુજરાતમાં મુખ્યત્વે ચાર પ્રકારોમાં હોલો (યુરેશિયન કોલર્ડ ડવ), તલિયો હોલો (સ્પોટેડ ડવ), હોલી (લીટલબ્રાઉન ડવ), લોટલ હોલો (રેડ કોલર્ડડવ) જોવા મળે છે. આ ચારેય પ્રજાતિમાં રંગ-રૂપ-કદમાં ફેરફાર જોવા મળે છે.
હોલો પારેવાકુળનું ફેમીલી પક્ષી છે. આછા ભૂરા અને ભૂખરા રંગના પક્ષીની ગરદન ઉપર શંતરજના ચોકઠા જોવા કાળા નાના ટપકાં દેખાય છે. તે 20થી 23 સે.મી.લાંબો અને શરીરે નાજુક હોય છે. એ બોલે ત્યારે નાનુ બાળક હસતુ હોય તેવું લાગવાથી તેને લાફિંગ ડવ કહેવાય છે. તે વધારે સુકા પ્રદેશમાં અને ખાસ કરીને વન વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. તેની ચાલ મતવાલી હોય જેમાં ડોકને આગળ પાછળ ફરીને ચાલે છે.બાજુમાંથી કોઈ પસાર થાય તો થોડે દૂર થઈ ફરી એજ જગ્યાએ ચણવા લાગે છે.
ઘરના પીઢીયા કે ઉપસી આવેલા પાળ ઉપર પોતાનો માળો બાંધે છે. આજકાલતો મકાનોની છત ઉપર પણ બાંધતા જોવા મળે છે. પાતળા સાઠીકડા વડે અસ્તવ્યસ્ત માળામાં બે ઈંડા મૂકે છે. માદા તેની પર બેસે ત્યારે ઈંડુ પડી જાયને બીજુ કોઈ શિકારી પક્ષી ખાય જાય છે. વર્ષે એકાદવાર બચ્ચા જન્મે છે. 1938માં કોલંબીયામાં હેંગરીના પ્રકૃતિવાદીએ તેનુંનામ કરણ કર્યું હતુ. બે પ્રજાતિ બાદમાં શોધાય. પહેલીવાર તો તેને કોલર વાળુ કબુતર કહેતા હતા. તે તેનો એરિયો બહુ જવલ્લે જ છોડે છે. તે પ્રવાસી પક્ષી નથી. ખેતરોની આસપાસ તેનો મુખ્ય ખોરાક્ અનાજ આસાનાથી મળી જાય છે. તેમનું 10 થી 50 ટોળુ પણ જોવા મળે છે. પરંતુ પક્ષી શાસ્ત્રીઓએ 10 હજાર હોલાના ઝુંડપણ જોયા છે.હોલા વિશે જાણવા જેવું
ભર બપોરે પણ સક્રિય રહેતો હોલો સંધ્યા સમય બાદ જોવા મળતો નથી. ટોળામાં ઓછો જોવા મળતું આ પક્ષી જોડીમાં રહેવાનું પસંદ કરે છે. ટોળાની આગેવાની નર લેતા હોય છે. તે બીજને ગળી જાય છે. તેના વજન કરતા ખોરાક 71 કેલરી લે છે. એટલે કે 12 થી 20 ટકા હોલો રણમાં રહી શકવાનું કારણ તે ખારા ઝરણાનું પાણીપી શકે છે. ઉતર અમેરિકામાં તે સૌથી વધુ જોવા મળ છે. દર વર્ષે 20 મિલિયન હોલાનો શિકાર થાય છે. છતાં તે પક્ષીઓ ની દુનિયામાં સૌથી વધુ જોવા મળે છે. પાતળા સાઠીકડા વડે અસ્ત વ્યસ્ત માળો બાંધે છે. અને માદા બે ઈંડા મુકે છે.શિકારી પક્ષીના ભય વચ્ચે ઉછેર કરતા જોડી વર્ષે એકાદ બે બચ્ચાને મોટા કરીશકે છે. હોલો પોતાનો એરિયો બહુ જવલ્લે જ છોડે છે.