ઇઝ ઓફ લિવિંગ ક્ષેત્રે ગુજરાતની વધુ એક પહેલ

સ્ટાર્ટઅપ્સ કરનાર  પોતાના બ્રોશર-ઉત્પાદનોની વિગતો-સિદ્ધિઓ અને સેવાઓ પોર્ટલ પર મૂકી શકશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપ્સને સપોર્ટ આપી ઇઝ ઓફ લિવિંગ વધારવાની દિશામાં વધુ એક પહેલ અપડેટેડ સ્ટાર્ટઅપ્સ ગુજરાત પોર્ટલ લોંચીંગ દ્વારા કરી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના દિશાદર્શનમાં ગુજરાતે વાયબ્રન્ટ ગુજરાત સમિટની સફળતાથી ઉદ્યોગ સાહસિકોની ભૂમિનું ગૌરવ મેળવ્યું છે.

વડાપ્રધાનએ -ર047 સુધીમાં વિકસીત ભારતના આપેલા વિઝનને સાકાર કરવા રાજ્યમાં સ્ટાર્ટઅપ્સ ઇકો સિસ્ટમને વધુ ગતિશીલ બનાવીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં સુદ્રઢ આયોજન હાથ ધરાયું છે.

તદઅનુસાર, રાજ્યના યુવા ઉદ્યોગ સાહસિકો-સ્ટાર્ટઅપ્સના નવિનત્તમ સંશોધનો અને લેટેસ્ટ ટેક્નોલોજીને વેગ આપી વિવિધ હિતધારકોને એક જ પ્લેટફોર્મ પર એકસાથે લાવવા સ્ટાર્ટઅપ્સ ગુજરાત પોર્ટલનું અપડેટેડ વર્ઝન કાર્યરત કરવામાં આવ્યું છે.

ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતીમાં મુખ્યમંત્રીએ  લોંચ કરેલું આ પોર્ટલ બહુભાષી પોર્ટલ છે. એટલે કે આ પોર્ટલમાં વિવિધ ભાષાઓમાં પોર્ટલ સામગ્રી એકસેસ કરી શકાશે.

એટલું જ નહિ, આ પોર્ટલ પર સ્ટાર્ટઅપ્સ પોતાના બ્રોશર, સિદ્ધિઓ અને સેવાઓ તથા ઉત્પાદનોની વિગતો પ્રદર્શિત કરી શકે તેવી સુવિધા આપવામાં આવી  છે. આના પરિણામે ખાનગી ખરીદદારો, રોકાણકારો વગેરે સીધા જ સ્ટાર્ટઅપ્સનો સંપર્ક કરી શકશે.

આ પોર્ટલના સ્ટાર્ટઅપ્સ ઈન્ડિયા પોર્ટલ સાથે અઙઈં જોડાણને કારણે ઉઙઈંઈંઝ દ્વારા માન્ય કોઈપણ સ્ટાર્ટઅપ્સ પોર્ટલ પર અલગથી નોંધણી કરાવ્યા વિના સીધા જ પોર્ટલમાં લોગઇન થઈ શકે છે અને તેની સેવાઓનો લાભ લઈ શકાય છે.

સ્ટાર્ટઅપ્સના સૌથી મહત્વપૂર્ણ પાસાંઓ પૈકી એક એવા ઈન્ટલએક્ચ્યુઅલ પ્રોપર્ટી ઈંઙછ તાલીમ/માર્ગદર્શન માટે સુલભતા વધારવા માટે ગુજરાતના તમામ 33 જિલ્લામાં ફેલાયેલા 100 થી વધુ પેટન્ટ માહિતી કેન્દ્રોની યાદી પણ પોર્ટલ પર ઉપલબ્ધ કરવામાં આવી છે, જ્યાંથી સ્ટાર્ટઅપ્સ સંબંધિત માર્ગદર્શન મેળવી શકાય છે.

આ પોર્ટલમાં ઉદ્યોગપતિઓ, શિક્ષણવિદો, સફળ સ્ટાર્ટઅપ્સ સ્થાપકો, ઇન્ક્યુબેશન મેનેજર વગેરેના 325 થી વધુ માર્ગદર્શકો છે, જેમની પાસે ટેકનિકલ તેમજ બિન-તકનીકી માર્ગદર્શન માટે સ્ટાર્ટઅપ્સ પહોંચી શકે છે. તેમ જ એન્જલ રોકાણકારો, વેન્ચર ફંડ્સ, સી ફંડ વગેરે માટે સ્ટાર્ટઅપ્સ સુધી પહોંચવા માટે પોર્ટલ એક સક્ષમ પ્લેટફોર્મ તરીકે કાર્યરત રહેશે.

આ પોર્ટલ લોંચીગ પ્રસંગે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઈન્ડેક્સ-બીના એમ.ડી. સુશ્રી મમતા હિરપરા અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.