એસટી બસ અને આઇસર વચ્ચે થયેલા અકસ્માતના કેસમાં પોલીસ ફરિયાદ આઈસર ચાલકના વિરુદ્ધમાં હોવા છતાં કોર્ટે આઇસર ચાલકને રૂ.16 લાખ વળતર પેટે ચૂકવવા એસ.ટી કોર્પોરેશનને આદેશ કર્યો છે.

કેસની વિગત મુજબ, ગત તારીખ 24/4/ 2016 ને શહેરના ગોંડલ રોડ પર પાર્ટી પ્લોટ પાસે શાહિદભાઈ અબ્દુલભાઈ સુરેલા પોતાનું આઇસર લઈ જતા હતા ત્યારે આગળ જઈ રહેલી એસ.ટી બસના ચાલકે ઓચિંતી બ્રેક મારતા આઇસર બસ પાછળ અથડાઈ હતી. જે અકસ્માતમાં શાહિદ ભાઈને ગંભીર ઇજાઓ પહોંચી હતી જેથી તેમણે એકસીડન્ટ ક્લેઇમ ટ્રીબ્યુનલ સમક્ષ વળતર મેળવવા માટે અરજી કરી હતી.

એસ.ટી. બસના ચાલકે અચાનક બ્રેક મારતા અકસ્માતમાં સર્જાયો તો

આ કેસમાં પોલીસ ફરિયાદ તથા ચાર્જસીટ આઇસર ચાલકની વિરુદ્ધમાં હોય જેથી અરજદારને કોઈપણ પ્રકારનું વળતર મેળવવા હકદાર ન હોય ક્લેઇમ રદ કરવા એસ.ટી કોર્પોરેશન પક્ષે દલીલ કરવામાં આવી હતી. જ્યારે અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે, એસ.ટી તંત્ર દ્વારા કરવામાં આવેલી દલીલો માન્ય રહે નહીં માત્ર પોલીસ પેપર્સના આધારે બેદરકારી નક્કી થઈ શકે નહીં. દલીલો તથા દસ્તાવેજી પુરાવાઓ તેમજ તપાસવામાં આવેલા સાક્ષીઓની જુબાનીને ધ્યાને લઈ અરજદાર પક્ષે કરવામાં આવેલી દલીલને ગ્રાહ્ય રાખી અરજદાર વિરુદ્ધ એફઆઇઆર અને ચાર્જશીટ હોવા છતાં અકસ્માતમાં 75 ટકા જવાબદારી એસટી બસના ચાલકની ઠેરવી વળતર તરીકે વ્યાજ સહિત રૂપિયા 16 લાખ ચૂકવવા ક્લેઇમ ટ્રીબ્યુનલના જજ બી.ડી.પટેલે હુકમ કર્યો છે.આ કેસમાં અરજદાર તરફે સિનિયર એડવોકેટ રાજેશ.આર.મહેતા અને યુવા એડવોકેટ ડાભી રુદ્ર.એ.ભટ્ટ રોકાયા રોકાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.