ભાયાવદર કોંગ્રેસના નગરસેવકોને ભાજપમાં પ્રવેશથી ફાટી નિકળેલો અસંતોષ હજુ શાંત થવાનો નામ નથી લેતો: હજુ ભોગ લેવાય તેવી ચર્ચા
ગઇ ધારાસભાની ચુંટણીમાં ભારતીય જનતા પાર્ટી સ્વચ્છ પ્રતિભા ધરાવતા ઉમેદવારને જનતાએ ખોબલે ને ખોબલે મત આપ્યા બાદ પાર્ટીનો અંદરો અંદરનો અસંતોષ કંઇકના ભોગ લઇ રહ્યો હોવાનું કાર્યકરોમાં ચર્ચાઇ રહ્યું છે.
ચુંટણી બાદ નવ નિયુકત ધારાસભ્ય ડો. મહેન્દ્રભાઇ પાડલીયાના સન્માન સમારોહમાં ભાજપના જુના અને કોંગ્રેસમાંથી ભાજપમાં ભળેલા કાર્યકરો મુદ્દે થયેલી બબાલ ગઇ તાલુકા ભાજપના પ્રમુખ રમણીક લાડાણીનો ભોગ લીધો હતો. રમણીકભાઇ લાડાણીએ તાલુકા ભાજપના પ્રમુખ તરીકે રાજીનામું આપી દિધું કે જીલ્લા સંગઠન દ્વારા રાજીનામું માગી લેવાયું તેવી ચર્ચાઓ એ આખો દિવસ જોર પકડયું હતું.
આ અંગે તાલુકા પ્રમુખ લાડાણીનો સંપર્ક કરતા તેઓનો સંપર્ક થઇ શકયો ન હતો. તાલુકા ભાજપના પ્રમુખ ની સાથે બન્ને મહામંત્રીઓના રાજીનામા પણ માગી લેવાયાની વાત આવતા તાલુકા મહામંત્રી પૃથ્વીસિંહ ચુડાસમાનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે અમોને જીલ્લા કે પ્રદેશ સંગઠનમાંથી રાજીનામા દેવાનો કોઇ આદેશ આવ્યો નથી.
નવા પ્રમુખ તરીકે ત્રણ નામોમાંથી કોઇપણ એકનું નામ નકકી થશે
તાલુકા ભાજપે રાજીનામું આપ્યું કે નથી આપ્યુ તે વાત વચ્ચે જીલ્લા ભાજપ દ્વારા આવતીકાલે કા સંભવત આજ સાંજ સુધીમાં નવા પ્રમુખની જાહેરાત પણ કરી દેવામાં આવે તો નવાઇ નહિ.
હાલ નવા પ્રમુખ તરીકે પાનેલીના મહેન્દ્રભાઇ ભાલોડીયા, ઇશરાના અશોકભાઇ લાડાણી અને કિરીટભાઇ જાવીયાના નામો ચર્ચામા: છે. ત્રણ નામ માંથી કોઇપણ એક નામની જીલ્લા ભાજપ દ્વારા પ્રમુખ તરીકે જાહેરાત કરી દે તેવી સંભાવના સેવાઇ રહી છે.
રમણીક લાડાણી ભોગ બન્યા
કોંગ્રેસના નગર સેવક ભાજપમાં ભળતા ભાયાવદર સ્થાનીક ભાજપા કાર્યકર્તાઓએ વિરોધ કરતા ધેરા પડઘા પડયા હતા. આને કારણે તાલુકા ભાજપના પ્રમુખ રમણીક લાડાણીનો ભોગ લેવાયો છે.