હરમનપ્રીત કૌર અને નેટ સ્કીવર બ્રન્ટની તોફાની ઈંનિંગે યુપીને ઘૂંટણીયે પાડ્યું
વુમન્સ પ્રીમિયર લીગ માં મુંબઈ અને યુપી વચ્ચે જે મેચ રમાયો તેમાં મુંબઈ એ યુપીને આઠ વિકેટ એ મત આપી પોઈન્ટ ટેબલમાં ટોપ સ્થાન યથાવત જાળવી રાખ્યું છે આ જીત પાછળ મુંબઈ ટીમના સુકાની હરમનપ્રીત કૌર અને નેટ સ્કીવર બ્રન્ટની તોફાની યુપીને ઘુટણીએ પાડ્યું હતું.
મુંબઈ સામે યુપીએ ટોસ જીતી પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 159 રન બનાવ્યા હતા અને મુંબઈને જીતવા 160 રનનો ટાર્ગેટ આપ્યો હતો. યુપી વોરિયર્સ તરફથી એલિસા હીલી-તાહલિયા નિર્ધારિત મેકગ્રાએ ફિફ્ટી ફટકારી હતી જ્યારે મુંબઈ ઇન્ડિયન્સ તરફથી સાયકા ઇશાકે સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.મહિલા પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન આગળ વધારતા સતત ચોથી મેચ જીતી ટોપનું સ્થાન વધુ મજબુત બનાવ્યું હતું. યુપી વોરિયર્સ સામને મુકાબલામાં જીતવા માટે મળેલા 160 રનના ટાર્ગેટને મુંબઈ ઇન્ડિયન્સે માત્ર બે વિકેટ ગુમાવી હાંસલ કરી લીધી હતો.
મુંબઈ તરફથી કેપ્ટન હરમનપ્રીત કૌરે સૌથી વધુ 53 રન ફટકાર્યા હતા, સાથે જ નેટ સ્કીવર બ્રન્ટે 45 અને યાસ્તિકા ભાટિયાએ 42 રનનું યોગદાન આપ્યું હતું. યુપી વોરિયર્સની સોફી એક્લેસ્ટોન અને રાજેશ્વરી ગાયકવાડને એક-એક વિકેટ મળી હતી.પોઈન્ટ ટેબલની વાત કરવામાં આવે તો ત્રણ મેચમાં ત્રણ જીત સાથે મુંબઈ ઇન્ડિયન્સ ટોપ પર છે જ્યારે ચાર મેચમાં ત્રણ જીત અને એક હાર સાથે દિલ્હી કેપિટલ્સની બીજા સ્થાને છે. યુપી વોરિયર્સ બે જીત અને એક હાર સાથે ત્રીજા ક્રમે છે. ગુજરાત એક જીત સાથે ચોથા ક્રમે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાલત સૌથી ખરાબ છે અને ચાર મેચમાં ચાર હાર સાથે ટીમ છેલ્લા એટલે કે પાંચ માં ક્રમે છે.