એક સાથે બે બહેનોની અર્થી ઉઠતા પરિવારમાં આક્રંદ
અબડાસા તાલુકાના લાખણીયા જતવાઢ ગામમાં સર્પ દંશથી એકસાથે બે બહેનોના મોત નિપજ્યાની ઘટના સામે આવી છે. જેમાં એક સાથે બંને બહેનોની અર્થી ઉઠતા પરિવારમાં આક્રંદ છવાયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ અબડાસા તાલુકાના લાખણીયા જતવાઢ ગામમાં રહેતા જબ્બાભાઈ જતની 15 વર્ષીય પુત્રી રજીના જત અને 13 વર્ષીય પુત્રી અપસાના જતને ગઇ કાલે સાંજના સમયે પોતાના ઘરે સાપ કરડી જતા બંને બહેનોને તાત્કાલિક સારવાર માટે અબડાસા ખસેડવામાં આવી હતી.
અબડાસામાં ફરજ પરના તબીબે નાની બહેન અપસાના જતને મરણ ગયેલાનું જાહેર કર્યું હતું. જ્યારે ગંભીર હાલતમાં મોટી બહેનને ભુજ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલા જ રજીનાએ પણ દમ તોડતા બંને બહેનોના મોત નિપજયા હતા. બંને બહેનોની એક સાથે અર્થી ઉઠતા પરિવારમાં સહિત નાના એવા ગામમાં કપલાંત છવાયો છે.