રાજકોટમાં પ્રથમ વખત જીએસટી ઓપન હાઉસ મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે જે જીએસટી કાયદાના અમલમાં આવ્યા પછી પહેલી વખત આવી મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે. જીએસટી ના કાયદાના અમલમાં વેપારીઓ કેટલી મુશ્કેલીઓ અનુભવી રહ્યા છે. કાયદામાં પોલીસી લેવલે ઘણા સુધારા કરવાની જરુરીયાત છે. જેથી કાયદાનું અમલીકરણ સરળતાથી કરી શકાય.
વેપારીઓ ઘણી બધી વહીવટી મુશ્કેલીઓ પણ અનુભવી રહ્યા છે. જીએસટી દ્વારા ઓડીટ શરુ કરવામાં આવ્યું છે. ત્યારે વેપારીઓને મુશ્કેલીઓ વધે તેવું દેખાય છે. એસજીએસટી અને સીજીએસટી ના કાયદાના અમલીકરણમાં પણ એકરુપતા નથી. આવા બધા પ્રશ્ર્નોની રજુઆત ઓપન હાઉસમાં જીએસટી કાઉન્સીલના ઉચ્ચ અધિકારીઓ અને એસજીએસટી અને સીજીએસટી કમીશ્નરો સમક્ષ કરવામાં આવશે.
બોગસ બિલીંગ, ઇનપુટ ટેકસ ક્રેડીટ, જી.એસ.ટી, ભરવામાં પડતી ટેકનીકલ ખામીઓનું નિવારણ માટે અપાશે માર્ગદર્શન
બોગસ બીલીંગના પ્રશ્ર્ન પણ છેલ્લા ઘણા સમયથી બોગસ બીલીંગની એક મોટી સમસ્યા ઉત્પન્ન થઇ છે.જેમાં જેન્યુઇન માલ ખરીદનાર અને ટેક્ષ ચુકવનાર વ્યકિત બોગસ બીલીંગના કૌભાંડને કારણે પીટાઇ રહી છે. બોગસ બીલીંગ કરનારનો અતોપતો નથી અથવા તો તેની પાસે કોઇ નાણાકીય સઘ્ધરતા નથી કે જેમાં જીએસટી વસુલ કરી શકાય તેમ નથી. પરંતુ આવા બોગસ બીલ બનાવનાર પાસેથી જેન્યુઇન ખરીદનારાઓ કે જેઓ જેન્યુઇન ખરીદી કરે છે અને માલનું પેનેન્ટ પણ કરે છે અને તેઓને ખ્યાલ નથી કે બીલ આપનાર વ્યકિત બોગસ છે.
તેઓની ઉપર જીએસટી ડિપાર્ટમેન્ટ આકરા પગલા લઇ રહી છે. અને આવા જેન્યુઇન વેપારીઓને ફકત ને ફકત અન્ય કોઇએ બોગસ બીલનું કૌભાંડ આચરેલ છે. તેના ભોગ બનીને આ બીલોની આઇટીસી ની ક્રેડીટ જીએસટી ડિર્પામેન્ટ મંજુર કરતી નથી અને તેની ઉપર વ્યાજ અને પેનલ્ટી પણ લગાડે છે. આ સંજોગોમાં જે જેન્યુઇન વેપારીઓ છે. તેઓએ શું સાવચેતી રાખવી જોઇએ અને કઇ રીતે પોતાના હિતનું રક્ષણ કરી શકે તે અંગેની કાયદાકીય જોગવાઇઓ શું છે તેની માહીતી આપવા માટે એક ટેકનીકલ સેસન્સનું આયોજન કરેલ છે.
આ સેમીનાર મંગળવાર તા. 14-3 ના રોજ સવારે 9.30 થી સાંજના 5.30 સુધી રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટ એસો.ના ઓડીટોરીયમમાં રાખવામાં આવેલ છે. જે પણ વેપાર ઉઘોગના મિત્રોએ આ અલભ્ય સેમીનારમાં ભાગ લેવા રજીસ્ટ્રેશન કરાવવું જરુરી છે. અને રજીસ્ટ્રેશન ફી રૂ. 750 રાખવામાં આવેલ છે. આ સેમીનારમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ, 401, 402 ગોલ્ડન પ્લાઝા, ટાગોર રોડ, રાજકોટ એડીકો ઇન્સ્ટરનેશનલ કાંતિભાઇ જાવીયા, વાઇસ ચેરમેન મો. નં. 94262 01633 પ્રમુખ જતીનભાઇ ભટ્ટ, પી. એન્ડ બી એસોસીએન્ટ, 106 અવધ પ્લાઝા, રાજબેંક સામે, પંચનાથ પ્લોટ તથા હેમલભાઇ કામદાર જોઇન્ટ સેક્રેટરી શિવકલમ બિલ્ડીંગ પહેલા માળે આર્ય સમાજની સામે, રીગલ ફર્નીચરની બાજુમા ઢેબર રોડ, તથા રાજકોટ સી.એ. બ્રાંચ આઇ.સી.એ.આઇ. ભવન ગીરીરાજ નગર રૈયા સર્કલ રાજકોટનો સંપર્ક કરવાનો રહેશે.
જીએસટી કાઉન્સીલના અધિક સચિવ પંકજકુમાર સિંહ અને સંયુકત સચિવ અશીમા બંસલ તથા સીજીએસટી કમિશ્નર મદનમોહનસિંહ એસજીએસટી કમિશ્નર સમીર વકીલ અને એસજીએસટી સંયુકત કમિશ્નર કે.બી. ઝવેરી તથા રાજકોટના અધિકારીઓ ઉ5સ્થિત રહી અને પ્રશ્ર્નોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરશે.