નરાધમ બાપે લોહીના સંબંધને લજાવ્યો
સખી વન સ્ટોપમાં સગીરાએ આપવીતી વર્ણવતા પોલીસે નોંધ્યો ગુનો
મારકુટ અને હત્યાની ધમકી આપી દુષ્કર્મ આચરતો હોવાની તરૂણીની ચોંકાવનારી કેફિયતથી સભ્ય સમાજ સ્તબ્ધ
ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સગો બાપ સગીરાને પાંચેક વર્ષથી દેહ અભડાવી મારકુટ અને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો પોલીસ વાન પેટ્રોલીગ માટે ગામમાં હતી ત્યારે યુવતીએ ધરે નથી રહેવાની રાવ કરી ટંકારા પોલીસે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે ખસેડી જ્યા ભોગ બનનારે આખી આપવિતી વર્ણવી ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં જણાવતા પોલીસે ગુનો નોંધી આરોપી નરાધમ પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ટંકારા પોલીસ સ્ટેશનના જમાદાર વિજયભાઈ બાર, મહિલા કોન્સ્ટેબલ પુજાબેન ડાંગર અને ડ્રાઈવર રણુભા ઝાલા લજાઈ ગામે પેટ્રોલીંગ કરી રહ્યા હતા એ દરમિયાન ગભરાટ સાથે ડરી યુવતીએ પોલીસ પાસે આવી પોતાને ધરે નથી ગમતું મને અહીંથી લઈ જાવ ની ફરિયાદ કરતા ટંકારા પોલીસે ગંભીરતાથી મોરબી સખી વન સ્ટોપનો સંપર્ક કરી બે દિવસ પહેલા કાઉન્સિલ અર્થે મોકલી આપી હતી એ દરમિયાન ટંકારા પોલીસ મથકે સખી સેન્ટર માંથી ફોન રણકયો હતો જેમાં 18 વર્ષની સગીરાને પોતાનો સગો બાપ છેલ્લા પાંચેક વર્ષથી શરીર અભડાવી જાનથી મારી નાખવાની ધમકી આપી મારકુટ કરતો હોવાની ચોંકાવનારી વિગતો આપતા ટંકારા પોલીસના થાણા અમલદાર એચ આર હેરભા દ્વારા તાત્કાલિક ભોગ બનનારની હકીકત આધારે આરોપી પિતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી આઈ પી સી કલમ 376(2) (F)(J)( K) (ગ),323,506(2)તથા પોકસો એક્ટ 5(ક) (ગ) (6)મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપી હાથવેંતમાં હોવાનું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
ભોગ બનનારે જણાવ્યું હતું કે છેલ્લા પાંચેક વર્ષથી એના પિતા મારકુટ અને જાનથી મારી નાખવાની ધમકી આપી મારી સાથે જાતિય હુમલા કરતો હતો ત્યારે પોલીસ ગામમાં આવેલી અને હિંમત કરી આખી વાત કરતા આ બનાવ સામે આવ્યો હતો બનાવને પગલે હેવાન બાપ વિરુદ્ધ ચોમેરથી ફિટકાર વરસી રહ્યો છે.