ચુસ્ત બોલિંગના પગલે દિલ્હી માત્ર 105 રન જ બનાવી શકી
વુમન્સ પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે માત આપી છે એટલુંજ નહીં પો8નત ટેબલમાં પણ ટીમ મોખરે પહોંચી છે. ટોસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કરતા દિલ્હીની ટીમ 18 ઓવરમાં માત્ર ને માત્ર 105 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જેની પાછળ મુંબઈની ચુસ્ત બોલિંગ મુખ્ય કારણ છે. રનનો પીછો કરતા મુંબઈએ 15 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. મુંબઈ તરફથી હેલી મેથ્યુઝ, સાઇકા ઈશાક અને ઈસાબેલ વોંગે 3-3 વિકેટ લીધી હતી.
મેથ્યુઝે બીજી ઈનિંગમાં પણ 32 રન બનાવ્યા હતા. તેમણે ઓપનર યાસ્તિકા ભાટિયા સાથે 65 રનની ભાગીદારી કરી હતી. 106 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓપનર યાસ્તિકા ભાટિયા અને હેલી મેથ્યુઝે મુંબઈને ધમાકેદાર શરૂઆત અપાવી હતી. બંનેએ પાવરપ્લેની 6 ઓવરમાં એકપણ વિકેટ ગુમાવ્યા વિના 47 રન ફટકાર્યા હતા.પહેલી 3 ઓવરમાં મેથ્યુઝ અને પછીની ઓવરોમાં યાસ્તિકાએ આક્રમક બેટિંગ કરી હતી. મુંબઈ તરફથી ઈશાક ઉપરાંત ઈસાબેલ વોંગ, હેલી મેથ્યુસ અને પૂજા વસ્ત્રાકરને 1-1 વિકેટ મળી હતી.
જ્યારે દિલ્હી તરફથી લેનિંગ સિવાય જેસ જોનાસન 2, શેફાલી વર્મા 2, જેમિમા રોડ્રિગ્સ 25, એલિસ કેપ્સી 6 અને મેરિયન કેપ 2 રને આઉટ થઈ ચૂકી છે. મુંબઈએ દિલ્હી કેપિટલ્સ સામે કડક અને ચુસ્ત બોલિંગ કરી હતી. શેફાલી વર્મા ચોથી ઓવરમાં 2 રન બનાવીને આઉટ થઈ ગઈ હતી. તે પછી એલિસ કેપ્સી પણ 6 રન બનાવીને છઠ્ઠી ઓવરમાં પૂજા વસ્ત્રાકરનો શિકાર બની હતી. આ રીતે દિલ્હી પાવરપ્લેની 6 ઓવરમાં 29 રન જ બનાવી શકી હતી. પરંતુ, કેપ્ટન મેગ લેનિંગ અણનમ રહી હતી.