ઉત્પાદન અને વિતરણ વ્યવસ્થા સુદ્રઢ બનાવાશે, ટેકનોલોજી ઉપર ભાર મુકાશે
અમેરિકા અને ભારત સેમિક્ધડક્ટર ક્ષેત્રે અનેક નવા કરારો કરવા તૈયાર થયા છે અને જંગી રોકાણ પણ આ ક્ષેત્રે લાવવામાં આવશે. બીજી તરફ અમેરિકાના વાણિજ્ય સેક્રેટરી ભારતની ચાર દિવસીય મુલાકાતે આવ્યા છે જેમાં તેઓ 10 અમેરિકન કંપની ના સીઈઓ સાથે બેઠક કરશે અને ભારતના વાણિજ્ય મંત્રી સાથે ચર્ચા વિચારણા કરી સેમીકંડકટર ક્ષેત્રને કઈ રીતે વિકસિત કરી શકાય તે દિશામાં કાર્ય હાથ ધરસે. અમેરિકા અને ભારત વચ્ચે જે કરાર થવા જઈ રહ્યા છે તેમાં મુખ્યત્વે વિતરણ વ્યવસ્થાની સાથોસાથ ઉત્પાદન ક્ષેત્રે ક્રાંતિ સર્જવામાં આવું છે અને ટેકનોલોજીને પણ વિકસિત કરાશે.
10 બિલિયન ડોલરના ઇનસેટિવ પ્લાનમાં ભારત હજુ પણ વધુ રોકાણ આવે તે દિશામાં કાર્ય કરી રહ્યું છે જેમાં ચીફ અને ડિસ્પ્લે પ્રોડક્શન સૌથી મહત્વપૂર્ણ ભાગ ભજવશે એટલું જ નહીં વૈશ્વિક વિતરણ વ્યવસ્થામાં પણ ભારત પોતાનું અગ્રતા ઊભી કરવા માટે કાર્ય કરશે. હાલ સેમિક્ધડક્ટર ક્ષેત્રે ભારત અન્ય દેશો ઉપર નિર્ભર રહેલું છે પરંતુ વાસ્તવિકતા તો એ છે કે ભારત પાસે અનેકવિધ પ્રકારે વ્યવસ્થા ઊભી થાય તે પ્રકારનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે માત્ર તેને માળખાગત કરવામાં આવે તો આ પ્રશ્ન ઉપર પૂર્ણ વિરામ મૂકી શકાશે.
અર્થવ્યવસ્થા ને ઝડપભેર વિકસિત બનાવવા માટે સરકાર દરેક ક્ષેત્રને વિકસિત બનાવી રહ્યું છે ત્યારે વિદેશી દેશો પરની નિર્બળતા ઘટાડવા માટે સરકાર મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટ અને સતત પ્રોત્સાહન આપી રહ્યું છે. ગુજરાત માટે મહત્ત્વના ગણાતા વેદાન્તા- ફોક્સકોન કંપનીના સેમિક્ધડક્ટર ચિપ્સ ઉત્પાદનના પ્રોજેક્ટ માટે ગુજરાત સરકારે ધોલેરા ખાતે લેન્ડ પાર્સલ તૈયાર રાખ્યું છે. કંપનીએ સાણંદ અને ધોલેરા પૈકી ધોલેરાની પસંદગી કરતા ગુજરાત સરકાર દ્વારા 700 એકર જમીન ફાળવવાની તૈયારીઓ કરી છે.