રાજયભરમાંથી કોંગ્રેસના કાર્યકરો અમદાવાદમાં થશે એકત્રીત
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા આગામી સોમવારે ‘હાથ સે હાથ જોડો’ અભિયાન અંતર્ગત અમદાવાદમાં જંગી કુચ અને ધરણા કાર્યક્રમ યોજાશે.
, અમદાવાદ ખાતે વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાના અધ્યક્ષ સ્થાને આગામી સોમવારે સવારે 10 વાગે સરદાર બાગ, લાલદરવાજા, અમદાવાદ ખાતેથી રાજીવગાંધી ભવન, પાલડી, અમદાવાદ સુધીની શાંતિપૂર્વક અને અહિસંક રીતે હાથ સે હાથ જોડો અંતર્ગત – જંગી કુચ – ધરણાંના કાર્યકમ વિધાનસભા વિરોધપક્ષના નેતા અમિત ચાવડાએ જણાવેલ હતું કે રાહુલ ગાંધી દ્વારા 4000 કિમી લાંબી પદયાત્રા ભારત જોડો યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરીને દેશમાં એકતા, ભાઈચારોનો સંદેશ બુલંદ કર્યો છે. હાલમાં આખો દેશ ખાસ કરીને મધ્યમ વર્ગ મોદી સરકારની રીતિ અને નીતિઓથી ચિંતિત છે.
કોંગ્રેસ પક્ષ કરોડો ભારતીયોના મહેનતની કમાણી કરેલી બચતને જોખમમાં મૂકીને બજાર મૂલ્ય ગુમાવતી કંપનીઓમાં રોકાણના મુદ્દા પર ચર્ચા શરૂ કરવા માટે સંસદમાં લડી રહ્યો છે.
હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહ્યો છે. આ સંજોગોમાં સરકારના સામે વિરોધ વ્યક્ત કરવા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની સુચના અનુસાર, આગામી સોમવાર જંગી કુચ – ધરણાંનો કાર્યકમ રાખવામાં આવેલ છે.
આ કાર્યકમમાં જીલ્લા – શહેરના તમામ કાર્યકર ભાઈ બહેનો – આગેવાને, ફ્રન્ટલ – સેલ ડીપાર્ટમેન્ટના આગેવાનઓ – સહિત મોટી સંખ્યામાં કાર્યકર ભાઈ – બહેનો જોડાય તેના આયોજન માટે સૂચનો મેળવી આગામી રણનીતિ નક્કી કરવામાં આવેલ હતી.