વરિયાળીના 11 દાગીના માલ આવ્યો: ભાવ રૂા.2911 ઉપજ્યો

રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં આજે ઉઘડતી બજારે નવી વરિયાળીની આવક થવા પામી છે. વરિયાળીની આવક ખૂબ જ ઓછા પ્રમાણમાં થતી હોવાના કારણે તેને પરચુરણ ચીજવસ્તુઓમાં ગણવામાં આવે છે. યાર્ડમાં રોજ વિવિધ જણસીની આવક થઇ રહી છે.

યાર્ડના સૂત્રોના જણાવ્યાનુસાર આજે સવારે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં નવી વરિયાળીની આવક થવા પામી હતી. વરિયાળીના 11 દાગીના આવ્યા હતાં. પ્રતિ 20 કિલો વરિયાળીના ભાવ રૂા.2911 ઉપજ્યા હતા.

કમિશન એજન્ટ બિલેશ્વર મારફત નવી વરિયાળીની ખરીદી તિરૂપતી ટ્રેડર્સ દ્વારા કરવામાં આવી હતી. યાર્ડમાં રોજ નવી-નવી જણસીની આવક થઇ રહી છે. આ વખતે ખેડૂતોને તમામ જણસીના સારા ભાવો ઉપજી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં વરિયાળીનું વાવેતર ખૂબ જ ઓછા પ્રમાણમાં થાય છે. વરિયાળીની આવક પણ યાર્ડમાં ખૂબ ઓછી માત્રામાં થતી હોવાના કારણે તેને પરચુરણ આઇટમમાં ગણવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.