‘અબતક’ નુ મુલાકાતમાં 1ર માર્ચે યોજાનાર ઐતિહાસિક સંમેલનની આગેવાનોએ આપી ‘સ-રસ’ વિગતો
અન્ય પછાત વર્ગના સામાજીક આર્થિક અને રાજકીય વિકાસ માટે પ્રતિબઘ્ધ અખિલ ભારતીય ઓબીસી મહાસભા ગુજરાત દ્વારા ઓબીસી સમાજના વિકાસ માટે સંગઠીત થઇ રૂ. 10 હજાર કરોડના પેકેજની માંગ બુલંદ બનાવવા રાજકોટમાં તા.1ર માર્ચે રવિવારે મહાસંમેલનનું એલાન કરાયું છે. ‘અબતક’ની મુલાકાતે આવેલા આગેવાન ઓબીસી મહાસભાના પ્રમુખ કાનાભાઇ ચૌહાણ, – રાજકોટ, ભરત ચાવડા – પડધરી, વિમલ ખુંટ- પડધરી, નિપાબેન કે. ઝાલા રાજકોટ,
કાજલબેન રાઠોડ, બાલાભાઇ અમેથીયા, વિજયભાઇ વિ. પાટડીયા, પરવેઝભાઇ એમ. કુરેશી, મુનાવરખાન વજીરખાન પઠાણ, કમલેશ ધનજીભાઇ માળવી, ખાંભલા મનોજભાઇ, દિપકભાઇ મુલીયાણી, બાબુભાઇ ડી. ચાવડા, ઉત્તમભાઇ મુકેશભાઇ, માલદેવભાઇ ચાવડા, તેજસભાઇ પરમાર, ભાવેશભાઇ મકવાણા, નિમ્બાર્ડ જયદીપ, ગોપાલભાઇ વડેચા અને મયુરભાઇ સરવૈયાએ જણાવ્યું હતું કે. ે અખિલ ભારતીય ઓ.બી.સી.મહાસભા ગુજરાતના 33 માથી 22 જીલ્લામા ઓ.બી.સી.એસ.સી.એસ.ટી સમાજના સંગઠન માટે એકમાત્ર રજીસ્ટ્રેશન ધરાવતી રાષ્ટ્રીય કક્ષાએ સંસ્થા કાયેં છે
હાલ અધ્યક્ષ પ્રજાપતિ વિપુલ ચંદુભાઇ જાદવ તથા કાર્યકારી અધ્યક્ષ પ્રભાતભાઇ કોઠીવાળના નેજા હેઠળ ગુજરાતની પ્રથમ રાજ્ય અધિવેશન દેશળદેવ હોલ ખવાસ – રજપુત સમાજ શ્યામનગર 1/3 રાજનગર ચોક નાનામૌવા મેઇન રોડ રાજકોટ ખાતે તા : 12-3 ને રવિવારે સવારે 10 થી 5 સંમેલન યોજાશે. આ સંમેલનમા ગુજરાતમાંથી એ.સી.એસ.ટી અને ઓ.બી.સી બક્ષીપંચ સમાજના ઉપસ્થિત રહેશે. આ સંમેલનમાં કડિયા, પ્રજાપતિ, દરજી, લુહાર, આહિર, ભરવાડ, કોળી, ઠાકો, ખવાસ રજપુત, ગઢવી, ચારણ, બારોટ, ચૌધરી, સંધી, સુમરા, સીપાઇ, સગર, સાપવારા, રાણા , દેવીપુજક, મોચી, વાણંદ, કારડીયા રજપુત, નાડોદા રજપુત, લંઘા, ભોઇ, ખારવા, માછી, પંચાલ સહિત 146 ઓ.બી.સી બક્ષીપંચ જ્ઞાતિના અગ્રણીઓ હાજર રહેશે આ સંમેલનનો ઉદ્દેશ્ય ઓ.બી.સી બક્ષીપંચની વસ્તી ગણતરી ગુજરાત સરકાર કરાવે , ઓ.બી.સી બક્ષીપંચ સમાજ માટે ગુજરાત સરકાર 10,000 કરોડનો વેલ્ફેર બોર્ડ જાહેર કરે , ઓબીસી બક્ષીપંચના વિધાર્થીઓને ફ્રીશીપ કાર્ડ યોજનાનો લાભ હાયર એજ્યુકેશનમાં મળે, ઓ.બી.સી.એસ.સી.એસ.ટી. વર્ગના હક અધિકાર માટે હર એક શહેરમા પંચ તેમજ સરકારી યોજનાઓના મળતા લાભોથી વંચિતોને યોગ્ય માર્ગદર્શન તેમજ અન્ય સામાજિક વિકાસ, શિક્ષણ, રોજગાર, આરોગ્ય વિષે સુવિધાઓ, તેમજ આ પ્રકારની માંગણીઓની ચર્ચા થશે આ સંમેલન ટુંક સમયમાં જ સૌરાષ્ટ્ર – કચ્છ અને સમગ્ર ગુજરાતમા ઓ.બી.સી એસ.સી એસ.ટી. સમાજની લડાઇને વેગ આપવા માટે હરેક શહેરમા ટિમ બનાવી સંગઠનને મજબુત બનાવવામાં આવશે .