માસિક 25 ટકા વ્યાજ વસુલ કરતા ત્રણેય શખ્સોએ ધાક ધમકી દઇ પ્રોમિશરી નોટ લખાવી ચૈક રિટર્નની ફરિયાદ કરી
પિતાની સારવાર માટે અને ધંધા માટે લીધેલી રકમ વ્યાજ સહિત ચુકવી દીધી ઝતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા ધમકી દીધી
વ્યાજના ધંધાર્થીઓને નેસ્ત નાબુદ કરવા સરકાર અને પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરુ કરવામાં આવી છે. તેમ છતાં વ્યાજના ધંધાર્થીઓ વ્યાજની પઠાણી ઉઘરાણી કરવા ધાક ધમકી દઇ રહ્યાના અવાર નવાર બનાવ પ્રકાશમાં આવી રહ્યા છે. પંચનાથ પ્લોટમાં ડાયપરના હોલસેલ વેપારી પાસેથી વધુ વ્.યાજ વસુલ કરવા ત્રણ વ્યાજના ધંધાર્થીઓએ ધાક ધમકી દઇ પ્રોમિશરી નોટ લાવી ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કાલાવડ પર આવેસલા શ્રીનાથ પાર્કમાં રહેતા અને પંચનાથ પ્લોટમાં રજકણ બિલ્ડીંગમાં ડાયપરનો હોલસેલ વેપાર કરતા વિજયભાઇ ચંદુલાલ ઠકરાર નામના 50 વર્ષના લોહાણા વેપારીએ પોતાના પાડોશી મુકેશ કાના કેશવાલા, શ્રોફ રોડ પર રહેતા અશોકભાઇ અને સદર બજારમાં રહેતા બ્રિજેશભાઇ ચંપકભાઇ પોમલ નામના શખ્સોએ વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ધાક ધમકી દઇ પ્રોમીશરી નોટ લખાવ્યાની અને કોર્ટમાં નેગોસીએબલ અંગેનો કેસ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વિજયભાઇ ઠક્રારના પિતા ચંદુલાલ ઠકરાર બિમાર હોવાથી અને ધંધામાં પૈસાની જરુર હોવાથી રુા.50 હજાર માસિક 25 ટકા વ્યાજના દરે લીધા હતા. વ્યાજ અને હપ્દતા પેટે મુકેશ કેશવાલા દર અઠવાડીએ રુ.ા3,500 વસુલ કરતો હતો. આ રીતે 14 માસ સુધી હપ્તા સહિત 10 લાખ ચુકવી દીધા હોવા છતાં વધુ રુા.4 લાખની માગણી કરી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી છે.
જ્યારે શ્રોફ રોડપર રહેતા અશોકભાઇ પાસેથી રુા.7.50 લાખ માસિક 25 ટકા વ્યાજે લીધા હતા. તેના વ્યાજનો વહીવટ સદર બજારમાં રહેતા બ્રિજેશ કરતો હતો તેને વ્યાજ સહિત રુા.10 લાખ ચુકવી દીધા હોવા છતા વ્યાજના વધુ રુા.4 લાખની માગણી કરી કોર્ટમાં ચેક રિટર્નની ફરિયાદ નોંધાવી હોવાનું વિજયભાઇ ઠક્રારે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે.