ભારત હવે કઈ સહન નહિ કરે : અમેરિકાનો રિપોર્ટ
ભારત-પાકિસ્તાન વચ્ચેની દુશ્મની જગ વિખ્યાત છે. અને વિશ્વ આખું જાણે છે કે પાકિસ્તાને આતંકવાદ સિવાય એકય ક્ષેત્રમાં વિકાસ કર્યો નથી. બીજી તરફ ભારત છે કે જે વસુધૈવ કુટુંબકમની નીતિ સાથે વિશ્વભરમાં શાંતિ ઈચ્છે છે. તેવામાં અમેરિકાએ પણ વિશ્વાસ જતાવ્યો છે કે જો પાકિસ્તાન ટીખળ કરશે તો ભારત જડબાતોડ જવાબ આપતા સહેજ પણ નહીં ખચકાય.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત પાકિસ્તાનની ઉશ્કેરણીનો લશ્કરી જવાબ આપે તેવી શક્યતા વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંકટ વધુ ગંભીર છે કારણ કે બંને પરમાણુ સંપન્ન દેશ છે. યુએસ ઈન્ટેલિજન્સ સિસ્ટમના આ રિપોર્ટ અનુસાર એવી સંભાવના છે કે પાકિસ્તાની ઉશ્કેરણીની સ્થિતિમાં પીએમ મોદીના નેતૃત્વમાં ભારત પહેલા કરતા વધુ સૈન્ય બળ સાથે જવાબ આપે.
યુએસ ઈન્ટેલિજન્સ સમુદાય દ્વારા દર વર્ષે જાહેર કરવામાં આવતા રિપોર્ટમાં ભારત માટેના ખતરાનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. આ રિપોર્ટ નેશનલ ઈન્ટેલિજન્સ ડિરેક્ટરના કાર્યાલય દ્વારા યુએસ કોંગ્રેસ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, ભારત-ચીન દ્વિપક્ષીય સરહદ વિવાદને વાતચીત દ્વારા ઉકેલવામાં વ્યસ્ત છે, પરંતુ દેશોની સેનાઓ વચ્ચેના સંઘર્ષને ધ્યાનમાં રાખીને 2020માં સંબંધો તણાવપૂર્ણ રહેશે. આ ઘટના બાદથી બંને વચ્ચેના સંબંધો ગંભીર સ્તરે છે.
અહેવાલમાં જણાવાયું છે કે વિવાદિત સરહદ પર ભારત અને ચીન બંને દ્વારા ’સેનાઓનું નિર્માણ’ બંને પરમાણુ શક્તિઓ વચ્ચે સશસ્ત્ર સંઘર્ષનું જોખમ વધારે છે, જે અમેરિકન લોકો અને હિતોને સીધો ખતરો બની શકે છે. આમાં અમેરિકન હસ્તક્ષેપની માંગ કરવામાં આવી છે. ભૂતકાળના સ્ટેન્ડઓફથી તે સ્પષ્ટ છે કે વાસ્તવિક નિયંત્રણ રેખા પર વારંવાર નિમ્ન-સ્તરના સંઘર્ષો ઝડપથી વધી શકે છે.
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતો તણાવ ખાસ ચિંતાનો વિષય છે. જો કે, 2021 ની શરૂઆતમાં બંને પક્ષો નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ ફરી શરૂ કરવા સંમત થયા પછી બંને દેશો તેમના સંબંધોને મજબૂત કરવા આતુર હોય તેવી શક્યતા છે. તે જણાવે છે કે, “જો કે, પાકિસ્તાનનો આતંકવાદી સંગઠનોને સમર્થન કરવાનો લાંબો ઇતિહાસ છે અને પીએમ મોદીના નેતૃત્વમાં, ભારત હવે પહેલા કરતા વધુ સંભવિત છે કે પાકિસ્તાનની કથિત અથવા વાસ્તવિક ઉશ્કેરણીનો સૈન્ય બળ સાથે જવાબ આપે.”