ગામમાં આવવાની ના કહી તેમ છતાં કેમ આવ્યા કહી પાઇપ, ધોકા અને લાકડીથી સામસામે ખૂની હુમલો: 16 શખ્સો સામે નોંધાતો ગુનો

કેશોદ તાલુકાના હાંડલા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણી અંગે કારેથા અને બોરીચા પરિવાર વચ્ચે મનદુ:ખના કારણે  હોળીના બીજા દિવસે પાઇપ, ધોકા અને લાકડીથી સામસામે સશસ્ત્ર ધિંગાણું ખેલતા 14 વ્યકક્તિઓ ઘવાતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે સામસામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ હાંડલા ગ્રામ પંચાયતની ચૂંટણી પોલાભાઇ કાળાભાઇ કારેથા અને પ્રભાતભાઇ રામભાઇ બોરીચા સામસામે સરપંચની ચૂંટણી લડયા ત્યારથી બંને પરિવાર વચ્ચે અદાવત ચાલી રહી છે. ગત તા.7ની મોડીરાતે પ્રભાત રામ બોરીચા, કાળુ નારણ  બોરીચા, ભરત દેવાયત બોરીચા, નાગદાન કાળા બોરીચા, રાજેશ રાયમલ બોરીચા, સંજય રાયમલ બોરીચા, પરેશ બાલુ બોરીચા, દિલીપ નારણ બોરીચા, સંદિપ મેરામ બોરીચા, નાગદાન સાર્દુલ બોરીચા, દિલીપ જીવા બોરીચા, ભાવેશ નાજા બોરીચા અને રામા કાળા બોરીચા નામના શખ્સોએ પાઇપસ ધોકા અને લાકડીથી હુમલો કરતા મહેશ પોલા કારેથા, હીરા કારેથા, જગદીશ કારેથા, નાથા કારેથા, દેવાંગ કારેથા, દિવ્યેશ કારેથા અને પ્રભાત  કારેથા પર હુમલો કરતા તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પોલીસે મહેશ પોલાભાઇ કારેથાની ફરિયાદ પરથી પ્રભાત રામ બોરીચા સહિત 14 શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

જયારે મહેશ પોલા કારેથા, જગદીશભાઇ પોલાભાઇ કારેથા, પાંચા લાખા કારેથા, સતિષ સાદુર કારેથા, પ્રભાત મેણંદભાઇ  કારેથા, નિર્મળ ટપુ કારેથા. જીતુ મુળુ કારેથા, નાજા મુળુ કારેથા, અશોક ભીખુ  કારેથા,  દિવ્યેશ પોલા કારેથા, હીરા મુળુ કારેથા અને દેવાંગ હીરા કારેથા નામના શખ્સોએ ગામના સરપંચ પ્રભાત રામભાઇ બોરીચા,  રાજેશ બોરીચા, રામભાઇ બોરીચા, નાગદાનભાઇ બોરીચા, ભાવેશ બોરીચા, દિલીપભાિ બોરીચા, અને ભરતભાઇ રામભાઇ બોરીચા પર પાઇપ, ધોકા અને લાકડીથી હુમલો કરતા ગંભીર રીતે ઘવાયા હતા. પોલીસે ભરતભાઇ રામભાઇ બોરીચાની ફરિયાદ પરથી મહેશ પોલા કારેથા સહિત 12 શખ્સો સામે હત્યાની કોશિષનો ગુનો નોંધી પી.આઇ. બી.બી.કોળીએ તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.