રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર
એક તરફી પ્રેમમાં પગલે સગીરા પર છરી વડે તૂટી પડયો અને બચાવવા પડેલા નાનાભાઇ પર હુમલો કર્યો તો
તત્કાલીન રેન્જના વડા સંદીપ સિંઘ દ્વારા સીટની રચના કરી અને સરકાર દ્વારા ખાસ પી.પી.ની નિમણુંક કરાય હતી
રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ચકચાર મચાવનાર જેતપુર તાલુકાના જેતલસર ગામે એક તરફી પ્રેમમાં પગલે સગીરાને છરીના 36 ઘા ઝીંકી કરપીણ હત્યા નિપજાવી અને તેને બચાવવા વચ્ચે પડેલા ભાઇ પર હુમલાના ગુનો કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલી જતા ં અદાલતે નરાધમને તકસીરવાન ઠેરવી અને સજાનો હુકમ તા. 10 ને શુક્રવારના દિવસે રાખવામાં આવ્યો છે.
વધુ વિગત મુજબ જેતપુર તાલુકાના જેતલસર ગામે તા. 16-3-21 ના ધોળે દિવસે એક તરફી પ્રેમમાં પાગલ જયેશ સરવૈયા નામના શખ્સે સૃષ્ટિ રૈયાણી નામની 16 વર્ષીય સગીરા પર છરી વડે તૂટી પડી 36 ઘા ઝીંકયા હતા. અને તેને બચાવવા વચ્ચે પડેલા નાનાભાઇ પાંચ ઘા ઝીંકયા હતા.
ગંભીર રીતે ઘવાયેલી સૃષ્ટિ રૈયાણીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે હત્યા અને હત્યાની કોશિષનો ગુનો નોંધી જયેશ સરવૈયા નામના શખ્સની ધરપકડ કરી હતી.
આ ઘટનાથી ગામ સ્વયંભુ બંધ રહ્યું હતું અને મૃતક પુત્રીના પિતાએ આરોપીને ફાંસીની માંગ કરી હતી. બનાવને પગલે રેન્જ આઇ. સંદીપસિંહ અને એસ.પી. બલરામ મીણા દોડી ગયા હતા.
એ.સી.પી. ની નિગરાનીમાં સીટની રચના કરવામાં આવી હતી. ઝડપી તપાસ કરી અદાલતમાં ચાર્જશીટ રજુ કરી મૃતકના પરિવારને ન્યાય મળશે તેમ જ પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે પણ સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી હતી.
ખાસ પી.પી. તરીકે જનકભાઇ પટેલની નિમણુંક કરી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવામાં આવશે.
ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની સુનાવણી ચાલવા પર આવતા જેમાં બન્ને પક્ષોની રજુઆત બાદ સરકાર પક્ષે કરેલી લેખીત મૌખિક દલીલ દસ્તાવેજી પુરાવા અને હાઇકોર્ટૈ અને સુપ્રિમ કોર્ટની ટાંકેલા ચુકાદા અને સ્પે. પી.પી.. જનકભાઇ પટેલે નરાધમની દેહાંત દંડની સજાની કોર્ટ સમક્ષ રજુઆત કરી હતી. કોર્ટે રાક્ષસી કૃત્ય કરનારને જયેશ પરમારને દોષિત ઠેરવ્યો છે. અને સજાનો ચુકાદો તા.10 ને શુક્રવારના રોજ રાખ્યો છે.