બંને દેશો વચ્ચે થયેલા ‘મૈત્રી’ પ્રોગ્રામ હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ ઓસ્ટ્રેલિયા આપશે
ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે ડેઈકિન યુનિવર્સીટી પોતાની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચ શરૂ કરશે
ભારતીય યુનિવર્સિટીની ડિગ્રી હવે ઓસ્ટ્રેલિયામાં પણ માન્ય રહેશે. બંને દેશો વચ્ચે સમજૂતી થઈ છે. જાણો કોને આનો ફાયદો થશે.
ભારતમાં યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યા પછી ડિગ્રી લઈ રહ્યા છો. પરંતુ તે પછી ઓસ્ટ્રેલિયા જવાનો પ્લાન છે. ત્યાં જઈને કોઈ કામ કરવું પડશે. તેથી કોઈ અલગ કોર્સ કરવાની જરૂર રહેશે નહીં. કારણ કે હવે ભારતીય યુનિવર્સિટીમાંથી લીધેલી યુજી અને પીજી ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં પણ માન્ય રહેશે. આ માટે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અંતર્ગત ભારતીય પ્રોફેશનલ્સ માટે ઓસ્ટ્રેલિયામાં નોકરી મેળવવાનો માર્ગ સરળ બનાવવામાં આવ્યો છે. એટલુંજ નહીં ગિફ્ટ સીટી ગાંધીનગર ખાતે ડેઈકિન યુનિવર્સીટી પોતાની આંતરરાષ્ટ્રીય બ્રાન્ચ શરૂ કરશે.
બંને દેશો વચ્ચે થયેલા ’મૈત્રી’ પ્રોગ્રામ હેઠળ ભારતીય વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ ઓસ્ટ્રેલિયા આપશે. જેમાં બંને દેશોની સંસ્કૃતિ, શિક્ષણ, અંગે ટાઇઅપ કરવામાં આવશે. ગુરુવારે બંને દેશોએ શૈક્ષણિક લાયકાતની પરસ્પર માન્યતા માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા છે. અત્યાર સુધી ભારતની ડિગ્રી ઓસ્ટ્રેલિયામાં માન્ય ન હતી. આ કરાર હેઠળ ઓસ્ટ્રેલિયાની ડિગ્રી ભારતમાં પણ માન્ય રહેશે. બંને દેશો એકબીજાની ડિગ્રીને માન્યતા આપશે. એન્જિનિયરિંગ, મેડિકલ અને લો સિવાય, અન્ય તમામ યુજી અને પીજી ડિગ્રી કોર્સને આ ડીલનો લાભ મળશે.
ધ્યાનમાં રાખવાની વાત એ છે કે તમારી ડિગ્રી યુજીસી માન્ય સંસ્થામાંથી હોવી જોઈએ. જો કે હજુ સુધી આ અંગે વિસ્તૃત માહિતી આવી નથી. ભારતીય ઉચ્ચ શિક્ષણ પ્રણાલીમાં કેવી રીતે સુધારાઓ લાગુ કરવામાં આવે છે તે અંગે અમે વિગતવાર ચર્ચા કરી હતી. અમે ભારતમાં વિદેશી યુનિવર્સિટી કેમ્પસ પર યુજીસીના ડ્રાફ્ટ નિયમોની પણ ચર્ચા કરી. અમે સંમત થયા કે આ નિયમો ભારત અને ઓસ્ટ્રેલિયાને સાથે મળીને કામ કરવાની મોટી તક પૂરી પાડે છે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન અને તેમની મુલાકાતે આવેલા ઓસ્ટ્રેલિયન શિક્ષણ પ્રધાન જેસન ક્લેરે બેઠક બાદ આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા.