સાટાખત સમયે પેમેન્ટ ચૂકવી દેતા મકાન માલિકે વેચેલા મકાનના દસ્તાવેજ પર લોન મેળવી હોવાની આધેડને જાણ થતાં ક્યો આપઘાતનો પ્રયાસ
શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કથળી રહી હોય તેમ ગુનાખોરીનો ગ્રાફ સતત ઉપર જઇ રહ્યો છે.ત્યારે વધુ એક એવી જ ઘટના સામે આવી છે.કોઠારીયા રોડ પર આધેડે એક શખ્સ પાસેથી મકનની ખરીદી કરી હતી.અને તેનો મકાન માલિક આધેડને સાટાખત બાદ દસ્તાવેજ ન કરી આપતો હતો . જેથી અનેક વાર તેને દસ્તાવેજ કરી આપવા માટે જણાવ્યું હતું પરંતુ ગઈકાલે આદર ના ઘરે બેન્કના લોનની નોટિસ આવી હતી જેમાં તેને જોતા તેના મકાન ઉપર મૂળ મકાન માલિકે દસ્તાવેજ ગીરવે મૂકી લોન લીધા હોવાનું જાણવા મળતા આધેડે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હતો.
મળતી વિગતો અનુસાર કોઠારીયા રોડ પર આવેલા મંગલ પાર્કમાં રહેતા મનસુખભાઇ મોહનભાઈ ગરનારાએ આજે પોતાના ઘર નજીક ઝેરી દવા ગટગટાવી આપઘાત નો પ્રયાસ કરતા તેમને તાત્કાલિક સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવની જાણ પોલીસ મથકમાં થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલને દોડી જઇ આપઘાતના પ્રયાસ અંગેના કારણ વિશે આધેડની પૂછતાછ કરતા તેમને જણાવ્યું હતું કે , તેમને આજથી પાંચ વર્ષ પહેલા બગસરા ના શીલાણા ગામે પોતાની ખેતીની જમીન વેચી રાજકોટમાં કોઠારીયા રોડ પર આવેલ મંગલ પાર્કમાં રોહિત સુખદેવ ચૌહાણ અને તેના ભાઈ વિપુલ ચૌહાણ પાસેથી મકાન ખરીદ્યો હતો ત્યારે તેમને મકાનની રકમ ચૂકવી દીધા બાદ બંને ભાઈઓ દ્વારા તેમને સાટાખટ કરી દેવામાં આવ્યો હતો. પરંતુ આજ સુધી તેઓને દસ્તાવેજ કરી આપવામાં આવ્યો ન હતો જેથી અનેક વખત તેઓને દસ્તાવેજ કરી આપવા માટે જાણ કરી હતી ત્યારબાદ ગઈકાલે હાજર ના ઘરે બેંકના લોનના હપ્તા હોવાની નોટિસ ઘરે આવી હતી જેમાં તેને તપાસ કરતા જાણવા મળ્યું હતું કે બંને શખ્સોએ આધેડના વેચેલા મકાન ઉપર બેંકમાંથી લોન લઈ લીધી હતી અને તેઓના દસ્તાવેજ બેંકમાં ગીરવી મૂક્યા હતા જેથી આ વિશેની થતા તેમને કંટાળી આપઘાત નો પ્રયાસ કર્યો હતો.