ચર્મ રોગની તમામ સમસ્યાઓનો વન સ્ટોપ ઉકેલ
આધુનિક ટેકનોલોજી અને નિષ્ણાંત ડોક્ટરોની ટીમ ચર્મ રોગીઓ માટે બનશે આશિર્વાદરૂપ
જુનાગઢમાં રવિવારે એસ્થે કાયા કલ્પ કલીનીક નામે ગુજરાતના સૌથી મોટા સ્કીન, હેર, લેસર અને હેર ટ્રાન્સપ્લાન્ટ ક્લિનિકનો પ્રારંભ થયો હતો, આ તકે જુનાગઢ સહિત સૌરાષ્ટ્રભરના સંતો, મહંતો, રાજશ્રીઓ, નામાંકિત તબીબો અને શ્રેષ્ઠિઓએ ઉપસ્થિત રહી, એસ્થે કાયા કલ્પ ક્લિનિકના એમડી ડો. પિયુષ બી બોરખતરીયા અને ડો. મિત્તલ બોરખતરીયાને હાર્દિક શુભેચ્છા પાઠવી હતી.જૂનાગઢમાં અતિ આધુનિક પાંચ માળની બિલ્ડીંગમાં ડો. પિયુષ બી બોરખતરીયા અને ડો. મિત્તલ બોરખતરીયા દંપતી દ્વારા ચામડીના રોગોની સારવાર, ખીલ તથા ખીલના ડાઘ અને ખાડાની સારવાર, ખરતા વાળ અને ટાલની સારવાર, સ્ક્રીન ગ્લો એન્ડ વ્હાઇટનિંગ, લેસર હેર રિમુવર, હેર ટ્રાન્સપ્લન્ટ એન્ડ ડરમેટો સર્જરી, એનટી એજિંગ સારવાર, બોડી શેપિંગ, સફેદ ડાઘ, ચોર્યાસીસ અને એલર્જીની સારવાર તથા ડાઈટ એન્ડ ફિટનેસ સ્ટુડિયો શરૂ કરવામાં આવ્યો છે.
ત્યારે ઈસ્થે કાયા કલ્પના માધ્યમથી જુનાગઢ અને સૌરાષ્ટ્રના દર્દીઓને લેટેસ્ટ કક્ષાની આધુનિક સારવાર પરવડે તેવા ભાવમાં જુનાગઢ ખાતેથી મળી રહેશે તેમ ડો. પિયુષ બોરખતરીયા અને ડો. મિતલ પી. બોરખતરીયા જણાવી રહ્યા છે.આ અંગે એસ્થે કાયા કલ્પ કલીનિકના તબીબ ડો. પિયુષ બી. બોરખતરીયા એ જણાવ્યું હતું કે, હું 12 વર્ષ પહેલા જૂનાગઢમાં આવ્યો, સિવિલ હોસ્પિટલમાં બે વર્ષ માટે સેવા આપી, ઘણા બધા દર્દીઓની સેવા કરી, ત્યારે સંકલ્પ લીધો હતો કે સામાન્ય માણસો તથા જે લોકો ચામડીના પ્રોબ્લેમ, વાળના પ્રોબ્લેમ છે એનું સચોટ નિદાન અને સારવાર થાય એવું કંઈક કરવું છે.
બાદમાં બે વર્ષ પછી અમારું ખાનગી કલીનિક શરૂ કર્યું, ઘણા બધા અમે અવેરનેસના અને લેપ્રસીના, સુર્યાસીસના નિદાન માટેના કેમ્પ કર્યા, એના પછી અલગ અલગ ટેકનોલોજી લાવ્યા, ઓલમોસ્ટ 10 વર્ષથી અમારું કલીનીક જૂનાગઢ ખાતે રનીંગ છે અને અમે ઘણી બધી પ્રકારની એડવાન્સ ટેકનોલોજીથી સારવાર લોકોને પરવડે તેવી રીતે કરતા હોવાથી દર્દીઓનો ખૂબ પ્રવાહ રહેવાનું લીધે જગ્યા પણ ટૂંકી પડવા લાગી. આ સાથે મે અને મારી ધર્મપત્ની ડો. મિત્તલ બોરખતારિયા એ એક સપનું જોયું હતું કે, અમે એક એવું સ્ટેટસ ઓફ ધી આર્ટ એવું બિલ્ડીંગ બનાવી કે જેની અંદર બધી જ ફેસીલીટી આવી જતી હોય.
બીજા માળે બધી થેરાપીઝ કરવામાં આવે છે, જે અત્યારની ઇન્ટરનેશનલ કક્ષાની સારવાર છે, અહી ચહેરા ઉપરના ખીલ મટાડવા, ખાડા દૂર કરવા, ડાઘા દૂર કરવા તથા અણગમતા વાર દુર કરવા, ટેટુ દૂર કરવા એની સાથે સાથે શરીર પરના લાખા, અને ચહેરા પર કોઈપણ પ્રકારની કાળાશ પડી ગઈ હોય એ દૂર કરવા માટેની સારવાર સુવિધા ઊભી કરવામાં આવી છે, સાથે સાથે ડરમેટો સર્જરી અને પ્લાસ્ટિક સર્જરી કે જે જનરલી બહુ ઓછા લોકો કરતા હોય છે, તો એનો ડિપાર્ટમેન્ટ પણ શરૂ કરાયો છે. ડો. પિયુષ બી. બોરખતરીયાનાં જણાવ્યા મુજબ એસ્થે કાયા કલ્પ ક્લિનિકમાં હેર અને હેર ટ્રાન્સપોર્ટની સારવાર, અણગમતા વાળ દૂર કરવા અને ઉગાડવા માટેની પણ સારવાર અને હેલ્થ ટ્રાન્સલેટ કરવા માટેની આધુનિક ઘણી બધી પદ્ધતિઓ અહી ઉપલબ્ધ કરવામાં આવી છે, અને એના માટેની જે વર્લ્ડ ક્લાસ લેટેસ્ટ મશીનરી છે તે અમે લાવ્યા છીએ.
આ સાથે સ્લીમિંગ અને ફિટનેસ માટેના નોન સર્જીકલ સાધનો કહેવાય એ ઘણા બધા અલગ અલગ મશીનો દર્દીઓ માટે ઉપલબ્ધ કર્યા છે, તે સાથે આ કલીનીકમાં ડાયટ અને ફિટનેસ સ્ટુડિયો રાખેલ છે, કારણ કે, અણગમતા વાળ આવતા હોય તેને પિસીઓડી.નો પ્રોબ્લેમ હોય, આવા અનેક રોગો છે, જેને ડાયેટની મદદથી મટાડીએ તો એ રોગ પાછો થવાની શક્યતા ઓછી રહે છે. જેથી લોકોને ડાયટ અને ફિટનેસની અવેરનેસ આપી અને લોકોને રોગમાંથી કેવી રીતે બહાર કાઢવા તેની સારવાર અને સમજણ આપવામાં આવે છે.
આમ જૂનાગઢમાં અમારા કલીનીકને સ્કીન, હેર, લેસર અને એક અતિ આધુનિક ઇન્સ્ટિટ્યૂટ લેવલ આપ્યું છે. પણ દરેકે દરેક વર્ગના દર્દીઓ, ગરીબ વર્ગ, માધ્યમ વર્ગ હોય એને ધ્યાનમાં રાખીને બધી સારવાર કરીએ છીએ. અને સાથે સાથે એ બધી વર્લ્ડ ક્લાસ ટેકનોલોજી દરેકને પરવડે એવા ભાવમાં લોકોને મળી રહે એના માટે અમે પ્રયત્નશીલ છીએ તેમ જણાવી ડો. પિયુષ બી. બોરખતરીયા દરેકનો આભાર માને છે કે આટલો અમને સૌ કોઈએ સપોર્ટ વર્કશોપમાં આપ્યો છે, અને હજુ અમને મળતો રહેશે જેથી અમે પ્રયત્નશીલ રહી બધા લોકોને સારામાં સારી સારવાર અને સચોટ પરિણામ આપી શકીએ.
બોલીવુડ, ઢોલીવુડનાં કલાકારો, કિફા મિસ ઇન્ડિયા કાયા કલ્પના ચાહક
ગુજરાતના પશ્ચિમે આવેલ જુનાગઢ શહેરની એસ્થે કાયા કલ્પ ક્લિનિકમાં ગુજરાતના હોલીવુડ અને હિન્દી ફિલ્મના બોલીવુડ એક્ટ્રેસ તથા એક્ટરની સાથે ગુજરાતની મોટાભાગની મોડેલ તથા કિફા મિસ ઇન્ડિયા ખુશી ત્રિવેદી સહિતની સેલિબ્રિટીની સાથે ગુજરાતની વિવિધ શ્રેત્રની મહિલા અગ્રણીઓ અને અધિકારીઓ ડો. પિયુષ બોરખતરીયા તથા ડો. મિતલ બોરખતરીયાની રેગ્યુલર ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે.
ક્લિનિકમા ઓર્ગેનિક મોલ
લોકો એવી લાઇફસ્ટાઇલ ફોલો કરે જેથી રોગ જ ના થાય, તે માટે એસ્થે કાયા કલ્પ કલીનિકમાં નીચેના માળે ઓર્ગેનિક મોલ શરૂ કરાયો છે. જ્યાં ઓર્ગેનિક પ્રોડક્ટ ઉપલબ્ધ કરી લોકો સુધી પહોંચાડવા પ્રયત્ન કરાયો છે.
ડાયેટ, ફિઝિકલ અને એજ્યુકેશન માટે અવેરનેસ પ્રોગ્રામો
ડાયેટ, ફિઝિકલ અને એજ્યુકેશન અંગે વિદ્યાર્થીઓ, યુવક, યુવતીઓમાં જાગૃતિ આવે તે માટે ડો. પિયુષ બોરખતરીયા અને ડો. મિતલ પી. બોરખતરીયા દ્વારા અત્યાર સુધી અનેક અલગ અલગ પ્રકારના અવિરનેસ પ્રોગ્રામો કરવામાં આવ્યા છે અને સતત ને સતત સ્કૂલો, કોલેજોમાં સેમીનાર તથા મોટીવેશનલ સેમિનાર કરી લોકો સુધી જાગૃતતા લાવવા માટે ઓલવેઝ પ્રયત્નશીલ રહે છે.
ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડીંગ માટે સ્કિલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ
આ ક્લિનિકના પાંચમાં માળે માટે ટ્રેનિંગ અને કેપેસિટી બિલ્ડીંગ માટે સ્કિલ ડેવલપમેન્ટ માટે આખું ડિપાર્ટમેન્ટ ઊભો કરાયો છે અને સ્કીનના ડોક્ટરોને ફેલોશિપ આપી, ડો. બોરખતરિયા અને તેમની એસ્થે કાયા કલ્પ કલીનિક જેવી વર્ક આખા ઇન્ડિયામાં થઈ શકે એના માટેનો ડિપાર્ટમેન્ટ પણ શરૂ કર્યો છે.