આ વર્ષે ચાંદીમાં રોકાણ કરવું વધારે નફાકારક બની શકે છે. એક્સપર્ટસના જણાવ્યા અનુસાર, આગામી એક વર્ષમાં ચાંદીમાં 20 ટકા રીટર્ન મળી શકે છે. એટલે કે આવતા વર્ષમાં ચાંદીમાં 20 ટકા રીટર્ન મળી શકે છે. એટલે કે આવતી દિવાળી સુધીમાં ચાંદીની કિંમત 50 હજાર પ્રતિ કિલો પર પહોંચી શકે છે. જ્યારે સોનામાં એક વર્ષમાં 8 ટકાથી 10 રીટર્નનું અનુમાન છે. અમેરિકામાં ડોલરમાં નબળાઇ, અમેરિકા અને નોર્થ કોરીયા વચ્ચે જિયોપોલિટિકલ ટેન્શન અને ઇક્વિટીના હાઇ વેલ્યુએશન જેવા અનેક વૈશ્વિક પરિબળો છે, જે ચાંદીમાં રોકાણ કરવા માટે સપોર્ટ કરી રહ્યા છે. યુએસ ફેડરલ રિઝર્વે ડિસેમ્બરમાં વ્યાજ દરોમાં કાપ મૂકવાનો સંકેતે આપ્યો છે. વ્યાજ દર વધવાથી અમેરિકામાં ગ્રોથ વધશે તેવું નિષ્ણાંતોનું માનવું છે. અમેરિકામાં ગ્રોથ વધારવાથી બેઝ મેટલમાં તેજી આવશે જેનાથી ચાંદીને સપોર્ટ મળશે. જ્યારે જિયોપોલિટિકલ ટેન્શનના કારણે બુલિયનમાં તેજી રહેશે.
સોના સાથે સગપણ સાચું, બાકી સઘળું ખોટું…
Previous Articleઇન્દિરા ગાંધીને પોતાના મૃત્યુના સંકેતો હતા?
Next Article ના હોય…રોબોટ સાથે પ્રેમ થયો અને લગ્ન પણ કર્યા!!!