બાળકોથી માંડી વડીલો એકાબીજાને રંગે રમાડશે: ઠેર-ઠેર ફૂલડોલ ઉત્સવ પણ ઉજવાશે

હોળીના બીજા દિવસે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વખતે ધોકો હોવાના કારણે હોળી પછી આજે એક દિવસ પડતર દિવસ રહેશે. આવતીકાલે રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી કરવામાં આવશે. રાજ્યમાં અલગ-અલગ મંદિરોમાં કાલે ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે.

ધુળેટી પર્વને લઇ આ વર્ષ થોડી અસમંજસ જોવા મળી છે. અમુક સ્થળોએ આજે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. સામાન્ય રિતે હોળીના તહેવારના બીજા દિવસે ધુળેટીની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરંતુ આ વર્ષ આજે મંગળવારનો દિવસ પડતર દિવસ અર્થાત ધોક્કો હોવાના કારણે આવતીકાલે બુધવારે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવશે. સરકારી રજા પણ આવતીકાલે છે. શાળા, કોલેજો, બેન્કો, અન્ય સરકારી સંસ્થાઓ મુખ્ય બજારો કાલે બંધ રહેશે. નાના ભુલકાથી માંડી વયોવૃધ્ધ નાગરિકો આવતીકાલે ઉત્સાહભેર રંગોના તહેવાર ધુળેટીની ઉજવણી કરશે. એકાબીજાને કેસુડાના ફૂલો, વિવિધ રંગો ઉડાડીને તહેવારની મોજ માણશે.

ધુળેટીના તહેવારથી જીવનમાં આનંદના રંગ છલકાય જાય છે. તમામ પ્રકારના મનદુ:ખ ભૂલી લોકો એકાબીજાને રંગે રમાડે છે. મંદિરોમાં પણ ફૂલડોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવે છે. રાજ્યના અમુક વિસ્તારોમાં આજે ધુળેટી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. નાના બાળકો ગઇકાલે હોળીના તહેવારમાં પણ રંગે રમ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.