તા. ૭.૩.૨૦૨૩ મંગળવાર

સંવંત ૨૦૭૯ ફાગણ સુદ પૂનમ

નક્ષત્ર: પૂર્વાફાલ્ગુની

યોગ: ધૃતિ

કરણ: બાલવ

આજે જન્મેલાંની  ચંદ્રરાશિ  સિંહ (મ,ટ)  રહેશે.

મેષ (અ,લ,ઈ): સીધી સરળ વાતથી કાર્ય નહિ બને  એ માટે કુટનિતિજ્ઞ રસ્તાઓ અપનાવવા પડે,બુદ્ધિપૂર્વક નિર્ણય લેવા.

વૃષભ (બ,વ,ઉ): પ્રણયમાર્ગે આગળ વધી શકો,મનની વાત વ્યક્ત કરી શકો. લાગણીના સંબંધોમાં સારું રહે.

મિથુન (ક,છ,ઘ):
તમારા અંતરંગ શોખ માટે સમય કાઢી શકો,  જમીન મકાન વાહન સુખ સારું રહે,દિવસ પ્રગતિકારક રહે.

કર્ક (ડ,હ): ગણતરીપૂર્વકના સાહસ થી લાભ થશે, નવા કાર્યમાં આગળ વધી શકો,રચનાત્મક કામગીરી કરી શકો.

સિંહ (મ,ટ):  બેન્ક વીમા વિગેરે કાર્ય કરીશ શકો, આર્થિક બાબતો માં મધ્યમ રહે,આવકના નવા સ્ત્રોત્ર વિચારી શકો.

કન્યા (પ ,ઠ ,ણ): તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય,નવા વિચારોથી લાભ થાય ,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.

તુલા (ર,ત): દૂર દેશ થી સારા સમાચાર મળે,નવા સંપર્કો સાથે વાત થાય. અટકેલા કાર્ય પૂર્ણ કરી શકો.

વૃશ્ચિક (ન ,ય): જીવનમાં પરિવર્તનનો પવન ફૂકાતો જોવા મળે, નવા વિચાર થી મન સારું રહે ,પરિવાર સાથે આનંદ માણી શકો.

ધન (ધ,ભ,ફ,ઢ ):વેપારી વર્ગને મધ્યમ રહે, નોકરિયાતવર્ગે ઉપરી અધિકારીઓ સાથે મતભેદ નિવારવા સલાહ છે.

મકર (ખ,જ): ગુરુકૃપા થી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌન થી લાભ થાય,આધ્યાત્મિક ચિંતન થાય,શુભ દિન.

કુંભ (ગ ,સ,શ): બધું મનનું ધાર્યું ના થાય ,મિશ્ર અનુભવ આપતો દિવસ,નેગેટિવ વિચારો ટાળવા સલાહ છે.

મીન (દ,ચ,ઝ,થ):
પ્રણયમાર્ગે ચાલનારા માટે મધ્યમ કહી શકાય, વિવાહયોગ્ય મિત્રો માટે સારી  વાત આવી શકે છે,સુંદર દિવસ.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.