રાજકોટના વી. એન.કગથરા સહિતના બે ડેપ્યુટી એન્જી.ને એક્ઝિક્યુટિવ એન્જી.નું પ્રમોશન
પીજીવીસીએલ દ્વારા 5 એક્ઝિક્યુટીવ એન્જી.ની બદલીના ઓર્ડર કરવામાં આવ્યા છે.આ સાથે રાજકોટના વી. એન.કગથરા સહિતના બર ડેપ્યુટી એન્જી.ને એક્ઝિક્યુટિવ એન્જી.નું પ્રમોશન આપવામાં આવ્યું છે.
એક્ઝિક્યુટિવ એન્જીનિયર્સની બદલીમાં બોટાદના એ.એમ.જીવાણીને સેફટી સેલમાં, જામજોધપૂરના આર.પી. અઘેરાને રાજકોટ સિટી-2, કોર્પોરેટ ઓફિસના કે.એચ.બક્ષીને રાજકોટ રૂરલ, સેફટી સેલના એસ.એન.પરમારને કોર્પોરેટ ઓફિસ, સિટી 2 ડિવિઝનના એચ.એમ.ભોજાણીને જામજોધપુર મુકવામાં આવ્યા છે.
જ્યારે ભાવનગરના નાયબ ઈજનેર એમ.વી. બોરીસાને બોટાદ અને આઇટી સ્કવોડના વી.એન. કગથરાને વેરાવળ કાર્યપાલક ઇજનેરના પ્રમોશન સાથે મુકવામાં આવ્યા છે.