સાઉદીમાં તાજેતરમાં સોફિયા નામની રોબોટને નાગરિકત્વ આપવામાં આવ્યું હતું. આ વાત વિશ્વમાં વાયુ વેગે પ્રસરી ગઈ હતી. લોકો આશ્ચર્યચકિત કરી દેનાર આ ઘટના બાદ ફરી એક નવો કિસ્સો સામે આવ્યો છે. સાઉદીમાં આ રોબોટ પાસે ત્યાની મહિલાઓ કરતા વધુ અધિકારો હોવાનું જાણવા મળ્યું છે. અહી ઉલ્લેખનીય છે કે સાઉદીમાં મહિલાઓના અધિકારો ખુબ જ સીમિત છે, ત્યાં મહિલાઓને કાર ચાલવાની મંજુરી પણ હમણાં જ મળી છે, તે પણ સરતો ને આધીન છે. રોબોટ સોફિયાને હોંગકોંગની એક કંપનીએ બનાવેલ છે. આ રોબોટ કોઈ પુરુષની મંજુરી લીધા વગર જ સ્ટેજ પર આવી શકે છે. ઉપરાંત તેને મોઢું અને શરીર ઢાંકવાની પણ જરૂર રહેતી નથી. સાઉદીમાં આવી પરવાનગી મહિલાઓને અપાતી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.