હાલમાં ઉનાળાનો પ્રારંભિક સમય ગાળો શરૂ થઈ ચૂક્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં દર વર્ષે સૌથી મોટી સમસ્યાએ પાણી સમસ્યા બનતી હોય છે દર ઉનાળાના પ્રારંભિક સમય ગાળામાં જ તે સુરેન્દ્રનગર જિલ્લાના જે જળાશયો આવેલા છે અને જે ડેમો આવેલા છે તેના તળિયા દેખાઈ જતા હોય છે અને ઉનાળાના પ્રારંભિક સમયગાળાથી જ લોકોને પાણી માટે વલખા મારવા પડતા હોય તેવા દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લામાં સર્જાતા હોય છે અને ખાસ કરી બીજી તરફ ગ્રામીણ વિસ્તારોમાં પાણી માટે યુદ્ધ થતા પણ ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં નજરે પડતા હોય છે.

સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ આમ તો બોટાદ રાજકોટ જામનગર મોરબી સુધી પાણી પહોંચાડી રહ્યો છે એટલે સમગ્ર ગુજરાત રાજ્યનો પિયત તરીકે ઉપયોગમાં આવતો પ્રથમ નંબરનો ડેમ એટલે ધોળી ધજા ડેમ.ત્યારે થોડા સમય પહેલા સુરેન્દ્રનગર જિલ્લાના ધોળી ધજા ડેમની સપાટી ઘટી ગઈ હતી અને બાર ફૂટે પાણી પહોંચી ગયું હતું જો કે આ મામલે તંત્ર દ્વારા તાત્કાલિક કોણે ડેમ ભરવા અંગેના રિપોર્ટ કરવામાં આવ્યા હતા અને આ અંગે સરકાર દ્વારા તથા નર્મદા સિંચાઈ વિભાગ દ્વારા આ બાબતને ધ્યાને લઈ અને તાત્કાલિક અમલ ગીરી પણ મૂકવામાં આવી હતી.

આ અંગે વિચારણા કરી અને સુરેન્દ્રનગર જિલ્લાનો ધોળી ધજા ડેમ પાણીથી ભરી નાખવામાં આવ્યો છે ત્યારે ખાસ કરીને સુરેન્દ્રનગરના ધોળી ધજા ડેમની સપાટી 22 ફૂટની છે ત્યારે નર્મદાની જે મુખ્ય કેનાલ આવેલી છે તેમાં સતત પાણી છોડી અને ઢાંકી પંપિંગ સ્ટેશનથી લઈ ધોળી ધજા ડેમ સુધી આ પાણી છોડવામાં આવ્યું છે અને સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ 22 ફૂટની સપાટી થી ઓવરફ્લો બન્યો છે. ત્યારે ઉનાળાના સમય ગાળામાં કોઈપણ પ્રકારની પાણી સમસ્યા ન સર્જાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.

સમગ્ર ગુજરાત રાજ્યમાં આમ તો પાણી પુરવઠાને પહોંચી વળવા માટેની મુખ્ય નદી નર્મદા છે નર્મદા માંથી ગુજરાતમાં કેનાલ મારફતે પાણી લાવવામાં આવી રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રમાં પણ નર્મદા આવતા પાણી સમસ્યા જાણે વિદાય લઈ ચૂકી હોય તેવું છેલ્લા એક દાયકાથી વર્તાઈ રહ્યું છે સરકારના અર્થાત પ્રયાસો અને કેનાલો પેટા કેનાલો સૌની યોજના અંતર્ગત નાખવામાં આવેલી પાઇપલાઇનનો તથા પંપિંગ સ્ટેશન મારફતે સૌરાષ્ટ્રમાં નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે ત્યારે આ ઉનાળાના પ્રારંભિક સમયગાળામાં પણ સૌરાષ્ટ્રના ડેમોને મા રેવા ના પાણીથી ભરી દેવામાં આવ્યા છે જામનગર રાજકોટ અમરેલી મોરબી સુરેન્દ્રનગર જિલ્લાના મુખ્ય પાણીના સ્ત્રોત ગણાતા ડેમો પાણીથી ભરી દેવામાં આવ્યા છે અને અમુક ડેમો ભરવાનો પ્રયાસ પણ હાથ ધરવામાં આવ્યો છે ત્યારે ખરા અર્થમાં સૌરાષ્ટ્રવાસીઓ માટે જીવા દોરી રેવા બની છે એટલે નવા નિર્માણના વધામણા કરતા સમયે સુરેન્દ્રનગર વાસીઓ દ્વારા નમામિ દેવી નર્મદેના સાદ કરવામાં આવ્યા છે.

સામાન્ય રીતે સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ બારેમાસ પાણીથી છલોછલ ભરેલો રહેતો હોય છે કારણ કે મોરબી વાંકાનેર રાજકોટ જામનગર સુધી આ ધોળી ધજા ડેમમાંથી પાણી પૂરું પાડવામાં આવતું હોય છે પરંતુ થોડા સમય પહેલા ધોળી ધજા ડેમની સપાટી 12 ફૂટે પહોંચી ગઈ હતી. આ અંગે વિચારણા કરી અને તાત્કાલિક ધોરણે નર્મદાની કેનાલનું પાણી ધોળી ધજા ડેમમાં ઠાલવવામાં આવ્યું હતું અને 22 ફૂટની સપાટીથી ધોળી ધજા ડેમ સંપૂર્ણપણે ઓવરફ્લો થઈ ગયો છે જેને લઇને સુરેન્દ્રનગરની ભોગાવો નદીમાં પણ નવા નિર્માણની આવક થઈ છે અને ભોગાવો નદીએ પણ પર ઉનાળે પાણીથી ભરાઈ છે ત્યારે ડેમમાં નવા નિર આવ્યા ના વધામણા સુરેન્દ્રનગર શહેરીજનોએ કર્યા છે અને ઉનાળાના સમયગાળામાં પાણી સમસ્યા નહીં સર્જાય તેવી આશા પણ સુરેન્દ્રનગર શહેરી જનોએ વ્યક્ત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.