એમેઝોન મિની ટીવીના પ્લે ગ્રાઉન્ડ સિઝન-2 રિયાલિટી શોમાં રાજકોટનો ડંકો
રિયાલિટી શો પ્લેગ્રાઉન્ડ સિઝન 2 કોન્ટેન્ટ ક્રિએટીંગ અને ગેમિંગ માટે ખૂબ પ્રચલિત અને સફળ રહી
વંશ પંડ્યા દિગ્ગજ યુટ્યૂબર આશિષ ચંચલાણીની ટીમના કન્ટેસ્ટન્ટ રહ્યા
રાજકોટના યુવા કન્ટેન્ટ સર્જક વંશ પંડ્યા એમઝોન મીની ટીવીની પ્લેગ્રાઉન્ડ સીઝન 2 માં ફાઇનલ સુધી પહોંચ્યા એવા રાજકોટના એક માત્ર કન્ટેન્ટ ક્રિએટર છે.પ્લેગ્રાઉન્ડ એમઝોન મીની ટીવીનો ગેમિંગ માટે ખૂબ પ્રચલિત અને સફળ શો છે.પ્લેગ્રાઉન્ડની સીઝન 2 માં ઇન્ડિયન યુટ્યુબના દિગ્ગજ યુટ્યુબર જેવા કે,કેરી મીનાટી,હર્ષ બેનીવાલ આશિષ ચંચલાની,ટ્રિગર ઇન્સાન અને સ્કાઉટ જજ તરીકે રહ્યા હતા. વંશ પંડ્યા પ્લેગ્રાઉન્ડ સીઝન 2 માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી સાથે શોમાં એન્ટર થયા હતા. આશિષ ચંચલાણીની ટીમ રેબલના તેઓ કન્ટેસ્ટન્ટ હતા. શોમાં ખૂબ સારું ઉત્કૃષ્ટ પ્રદર્શન વંશ પંડ્યા એ દેખાવ્યું હતું.
રાજકોટની આન,બાન અને શાનને વંશ પંડ્યે ચાર ચાંદ લગાવ્યા છે.પ્લેગ્રાઉન્ડ ડિજિટલ પ્લેટફોર્મનો ખૂબ મોટો શો છે .જેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી કોન્ટેન્ટ ક્રિએટર અને ગેમિંગ રમતા હોય તેવા યુવાનોને પસંદ કરી શોમાં તેમને ટાસ્ક આપવામાં આવતા હોય છે.રાજકોટ માટે ગર્વની બાબત કહી શકાય કે રાજકોટના કોન્ટેન્ટ ક્રિએટર વંશ પંડ્યાએ ફાઇનલમાં પહોંચી રાજકોટનું નામ રોશન કર્યું હતું.વંશ પંડ્યા ની પ્લેગ્રાઉન્ડ સુધી પહોંચવાની સફરમાં તેમના માતા-પિતાનો ખૂબ સહયોગ રહ્યો છે.માત્ર 14 વર્ષની ઉંમરે વંશ પંડ્યે યુટ્યુબ ચેનલ શરૂ કરી હતી.કોમેડી સ્કેચ બનાવતા, તેમણે તેમના સર્જનાત્મક રસને અનુસરવા અને મોટા પ્રેક્ષકો સુધી પહોંચવા માટે પ્લેટફોર્મ પર વિડિઓઝ પોસ્ટ કરવાનું શરૂ કર્યું.વિડીયો માટે રોજે વિવિધ કન્ટેન્ટ જાતે લખી ત્યારબાદ વિડીયો શુટ કરે છે.વંશ પંડ્યાનું સ્ફુલિંગ રાજકોટની આર.કે.સીમાં થયું છે.
હાલ મુંબઈની મીઠીબાઈ કોલેજમાં તેઓ અભ્યાસ કરી રહ્યા છે.વંશ માટે કોમેડી હંમેશા તેના જીવનનો ભાગ રહી છે.અને તે બને ત્યાં સુધી વીડિયો બનાવવાનું ચાલુ રાખવા માંગતો હતો. આનાથી તેને પોતાનું લક્ષ્ય બનાવવા માટે પ્રોત્સાહન મળ્યું. “મેં મારા માટે એક સુસંગત ધ્યેય નક્કી કર્યો છે: જો હું 10મા ધોરણ સુધી સતત વિડિઓઝ બનાવી શકું, તો હું અભિનય એકેડમીમાં જોડાઈશ, અને તે થયું.” આ રીતે તેણે અનુપમ ખેરની એક્ટિંગ સ્કૂલમાં પ્રવેશ મેળવ્યો, ડિપ્લોમા પ્રોગ્રામ માટે તૈયાર થયો અને ત્યાં જ તેણે પોતાનો અભ્યાસ પૂરો કર્યો.એક સર્જક તરીકે વંશ સમયાંતરે નવી વાર્તાઓ શેર કરવાની અપેક્ષા રાખે છે, સર્જનાત્મક બ્લોગ સાથે હિટ થવું એ સ્વાભાવિક છે.પરંતુ વંશ માટે આ બધું તેની આસપાસના પર નજર રાખવાનું છે.
સામાન્ય રોજિંદા પરિસ્થિતિઓને ઉન્મત્ત પરિસ્થિતિઓમાં ફેરવીને,વંશ પાત્રોમાં મસાલા ઉમેરીને અને અભિનય કરીને રમુજી વીડિયો બનાવે છે. વંશ પંડ્યા આજે રાજકોટ સહિતના યુવા વર્ગ માટે પ્રેરણનું ઝરણું બન્યો છે.કોન્ટેન્ટ ક્રિએટર બનવા ઇચ્છતા લાખો યુવાઓ વંશ પંડ્યાની આ સફળતા જોઈને મહેનત કરવા માટે પ્રોત્સાહિત થયા છે.અબતક સાથેની ખાસ ગોષ્ઠિમાં વંશ પંડ્યે યુવા વર્ગને કોન્ટેક્ટ ક્રિએટર બનવા માટે મહેનત અને ગ્રાઉન્ડની રિયાલિટી પર જઈ વિડીયો બનાવવા અને વિચારવાની એડવાઇઝ આપી હતી.સાથોસાથ પ્લેગ્રાઉન્ડ રિયાલિટી શો તેમના જીવનમાં સફળતાની સાથે એક નવી તક લઈને આવ્યું છે.જે આવનારા દિવસોમાં તેમને વધુ ઊંચાઈએ જઈ અને કોન્ટેન્ટ ક્રિએટિગ ક્ષેત્રે ખૂબ સારા સારા પ્રયોગો કરવા માટે પ્રોત્સાહન પૂરું પાડશે.
કન્ટેન્ટ સર્જન માટેની પ્રેરણા પુસ્તકો,ફિલ્મો અને વાસ્તવિક જીવનમાંથી મળે છે:વંશ પંડ્યા
દરરોજ શીખવાની પ્રક્રિયા કન્ટેન્ટ લખવા માટે જરૂરી છે:વંશ પંડ્યા
યુવા કન્ટેન્ટ સર્જક વંશ પંડ્યાએ જણાવ્યું કે, ફળફુજ્ઞક્ષ મીની ટીવી ના રિયાલિટી શો પ્લેગ્રાઉન્ડ અમે દરરોજની 6 કલાક ગેમિંગ સ્ટ્રીમિંગ કરતા હતા.એસફોલ્ટ,સીઓડી,સેડોફાઇટ્સ ગેમ્સમાં મેં સારૂ પ્રદર્શન કર્યું છે.કોન્ટેન્ટ ક્રિએટિંગ મેં ફેમ કે મની માટે શરૂ નતું કર્યું.ફેમ અને પૈસા બંને પછી આવે છે.પહેલા મહેનત કરી અને વીડિયોમાં સારું કન્ટેન્ટ મૂકવાનું હોય છે.છેલ્લા ત્રણ વર્ષથી હું વીડિયોસ લખવા બેસુ છું.એ મારું નિત્યકર્મ શેડ્યુલ છે.કોઈક દિવસ જ્યારે વિચારો આવતા નથી છતાં પણ હું પ્રયત્ન કરતો રહું છું.
કોન્ટેક્ટ સર્જન કરવાની ટેવ પડી ગઈ છે.આ ટેવ મેં બિલ્ડ કરી છે.મારે કોઈ વિડીયો બનાવો હોય તો હું એ જગ્યા પર જતો રહું છું.જીમ પર વિડીયો લખો હોય તો જીમ પર જતો રહું છું અને ત્રણ કલાક સુધી ઓબ્ઝર્વેશન કરું છું.ઓબ્ઝર્વેશન,રાઇટીંગ સ્કીલ,પંચિંગ અને બીજા કન્ટેન્ટ સર્જકને જોઈને શીખું છું.દરરોજ શીખવાની પ્રક્રિયા કન્ટેન્ટ લખવા માટે જરૂરી છે.