એકતા સે સમૃદ્ધિ કી ઓર…
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ 2024 અંતર્ગત જાજરમાન ઉદ્ઘાટન સમારંભ યોજાયો !!!
સમગ્ર રાજ્ય માંથી ખુબજ વિશાળ સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા
સમાજના નાના ઉદ્યોગથી લઇ મોટા ઉદ્યોગને જોડી પાટીદારો અને સમાજનું ઉથાન થાઈ એ જ સરદારધામની વિચારધારા
લઘુ અને મધ્યમ ઉદ્યોગનું સમગ્ર ગુજરાતનું કેન્દ્રબિંદુ રાજકોટ છે : નટુભાઈ મેઘમણી
આગામી વર્ષ 2024 માં ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન રાજકોટના આંગણે થવા જઈ રહ્યું છે જેના ભાગરૂપે મેગા લોન્ચિંગ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી પાટીદાર સમાજના તમામ શ્રેષ્ઠિઓ ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા એટલું જ નહીં ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ પણ સવિશેષ ઉપસ્થિત રહી આ કાર્યક્રમને બિરદાવ્યો હતો. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત દિન પ્રતિદિન હરણફાળ ભરી રહ્યું છે અને વિકાસ તરફની દોઢ મૂકી છે ત્યારે સરકાર પણ આ પ્રકારના આયોજનને પ્રોત્સાહન આપવા અને પૂરતી મદદ કરવા માટે તત્પર છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વપ્નને સાકાર કરવાની વાતને ધ્યાને લઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત વિકસિત અને આત્મનિર્ભર બને એ જ જરૂરી છે અને સરદારધામ દ્વારા હાલજે કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે તે તેનું જીવન ઉદાહરણ છે. રાજકોટના આંગણે જે બિઝનેસ સમિટનું આયોજન થશે તેમાં 1000 થી વધુ સ્ટોલ ધારકો ઉપસ્થિત રહી પોતાની ચીજ વસ્તુઓ સો કેસ કરી શકશે અને પોતાના ઉદ્યોગને વિકસાવવામાં મદદરૂપ પણ થશે ત્યારે આ પ્રકારના આયોજન માત્ર પાટીદાર સમાજ જ નહીં પરંતુ સર્વે સમાજે કરવા જોઈએ.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે ગુજરાત અર્થ વ્યવસ્થાને વિકસિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવું છે ત્યારે ગુજરાતની અર્થવ્યવસ્થા પણ ઝડપભેર વિકસિત થાય અને ઉદ્યોગકારો ને ઉદ્યોગ કરવામાં સાનુકૂળતા રહે તે માટે 8589 કરોડ રૂપિયા બજેટમાં વિશેષ રૂપથી ફાળવવામાં આવ્યા છે જેથી ગુજરાતના ઉદ્યોગ નવી ઊંચાઈ ઉપર જઈ શકે એટલું જ નહીં રાજકોટ ખાતે આયોજિત થનારી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ નવી ઊંચાઈઓ સર કરે તો પણ નવાઈ નહીં. પાટીદાર અગ્રણી નટુભાઈ મેઘમણીયા પણ જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્ર લઘુ અને મધ્યમ ઉદ્યોગ માટેનું કેન્દ્ર બિંદુ છે જેથી રાજકોટ ખાતે આયોજિત થનારી પાટીદાર બિઝનેસ સમિટ અનેકવિધ રીતે મહત્વપૂર્ણ છે અને તેનો લાભ દરેક ક્ષેત્રના ઉદ્યોગકારોએ લેવો જોઈએ. કારણ કે આ બિઝનેસ સમિટમાં માત્ર એક્ઝિબિશન જ નહીં પરંતુ વિવિધ મુદ્દે અને વિષયો ઉપર સેમીનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે અને બી ટુ બી બેઠકનું પણ આયોજન કરાયું છે.
વર્ષ 2024માં રાજકોટ ખાતે આયોજિત થનારી ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમીટ તે વર્ષ 2026માં અમેરિકામાં આયોજિત થનારી સમીટ માટે રિહર્ષલ છે : ગગજી સુતરિયા
સરદારધામના ગગજીભાઈ સુતરીયાએ અબતક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે વર્ષ 2024 માં રાજકોટ ખાતે જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે તે ખરા અર્થમાં એક રિહર્સલ છે. ખાતે આયોજિત થનારી આ સમિટમાં થી શીખ લઈ 2026 માં અમેરિકા ખાતે સર્વ સમાજને સાથે રાખીને બિઝનેસ સમિત નું આયોજન કરવામાં આવશે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે પાટીદાર સમાજ ખમીર બનતો સમાજ છે અને જે ગ્લોબલ બિઝનેસ પાટીદાર નું આયોજન થઈ રહ્યું છે. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ એ ઉદ્યોગકારો માટેનો મહાકુંભ છે એટલું જ નહીં 10000 કરોડના સરદારધામ પ્રોજેક્ટને સુચારુ રૂપથી ચલાવવા માટે રાજ્યના પાટીદારોનો સિંહ ફાળો રહ્યો છે. એટલું જ નહીં આયોજન જે હાથ ધરવામાં આવશે તેનાથી ઉદ્યોગને ખૂબ મોટો ફાયદો પણ મળતો રહેશે.
સર્વે સમાજને સાથે રાખીને આ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે : હંસરાજભાઈ ગજેરા
રાજકોટ ખાતે આયોજિત થનારા ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટના પ્રમુખ હંસરાજભાઈ ગજેરાએ અબતક સાથે વાતચીત દરમિયાન આયોજન અત્યંત અત્યંત થવાનું છે એટલું જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરના આ બિઝનેસ સમિટમાં સર્વ સમાજના લોકો અને ઉદ્યોગકારો સહભાગી થશે અને પોતાના શહેરની સાથોસાથ પોતાના રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કઈ રીતે કરી શકાય તે દિશામાં તેઓ આગળ વધશે. વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે હાલ રાજકોટના આંગણે જે ઉદઘાટન સમારંભ યોજાયો તે પ્રકારનું આયોજન દરેક શહેરોમાં કરવામાં આવશે અને રાજકોટ ખાતે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન થવા જઈ રહ્યું છે તે અંગે અન્ય શહેરોના ઉદ્યોગકારોને માહિતગાર કરાશે અને તેમને જોડાવા માટે હાકલ પણ કરવામાં આવશે. વધુમાં હંસરાજભાઈ જણાવ્યું હતું કે રાજકોટ અને સૌરાષ્ટ્ર લઘુ અને મધ્યમ ઉદ્યોગોનું હબ છે અને પાટીદાર સમાજ ઉદ્યોગ સાથે જોડાયેલો સમાજ છે ત્યારે આ બિઝનેસ સમિટ નો ફાયદો રાજકોટ અને સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોને ખૂબ સારી રીતે મળશે.
સર્વ સમાજને સાથે રાખી ચાલનાર એટલે સરદારધામ સંસ્થા અને ગગજીભાઈ સુતરિયા : ગોવિંદભાઇ વરમોરા
સનહાર્ટ સીરામીકના અને સરધારધામના રચેતાના સાક્ષી અને 5 કરોડ રૂપિયાના દાતા એવા ગોવિંદભાઈ વરમોરાએ જણાવ્યું હતું કે સર્વ સમાજને સાથે રાખી ચાલનાર સંસ્થા કોઈ હોય તો તે સરદારધામ છે અને તેમાં પણ જે રીતે ગગજીભાઈ સુતરીયા દ્વારા જે અથાગ મહેનત કરવામાં આવી રહી છે તે પાટીદાર સમાજના ઉત્થાન માટે અત્યંત કારગત નીવડી રહ્યું છે. તેઓએ સંક્ષિપ્તમાં જણાવતા કહ્યું હતું કે પાટીદાર સમાજ એકતા ની સાથો સાથ સમૃદ્ધિ તરફ આગળ વધવાના મંત્રને ચરિતા કરી રહ્યું છે. એટલું જ નહીં સમગ્ર વિશ્વમાં પાટીદારો જે રીતે આગળ આવી રહ્યા છે તેની પાછળનું ક્યાંક ને ક્યાંક કારણ સરદારધામ સંસ્થા છે. આગામી વર્ષ 2024 ના જાન્યુઆરી મહિનામાં જે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટનું આયોજન થવાનું છે તે અનેકવિધ રીતે નાના અને મોટા ઉદ્યોગકારોને લાભદાઇ નીવડશે.