હિન્દી ચેનલોની વ્યુવર્ષીપ 2 આંકડામાં ઘટી !!!
લોકો માટે સમય પસાર કરવાનું સાધન હવે ટીવી બની ગયું છે પરંતુ જે રીતે ટેકનોલોજીમાં એડવાન્સમેન્ટ થઈ રહ્યું છે તેને લઇ લોકો હવે ટીવીના બદલે મોબાઈલ ઉપર આવી ગયા છે. અને નેટફ્લેક્સ ની સાથો સાથ ડિઝની હોટસ્ટાર જેવી એપ્લિકેશનના માધ્યમથી લોકો હવે ટીવીનો ઓછો ઉપયોગ કરે છે પરિણામે જે વ્યુવરશીપમાં સમયાંતરે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તેમાં પણ હિન્દી ચેનલોમાં 20 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં નેટફ્લિક્સ જેવી એપ્લિકેશનઓમાં ન જીવી મેમ્બરશીપ રકમ ભરવાથી લોકો 24 કલાક તેનો લાભ મેળવે છે .
ટેલિવિઝન વ્યુઅરશિપ, જે પહોંચ અને સમય વિતાવવાનું એક સંયુક્ત માપદંડ છે, તેમાં સરેરાશ 10 થી 12 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે, હિન્દી જનરલ એન્ટરટેઈનમેન્ટ ચેનલોમાં (જીઈસી) 20 થી 30 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાયો છે. મીડિયા ખરીદદારો અને બ્રોડકાસ્ટ ટીવી એક્ઝિક્યુટિવ્સ વર્ષ 2020ની શરૂઆતમાં પ્રી-કોવિડ સમયગાળામાં દર્શકોની સરખામણીમાં મે મહિનામાં દર્શકોની સંખ્યામાં ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2020માં લોકડાઉન દરમિયાન ટીવીના વપરાશમાં વધારો થયો હતો કારણ કે લોકો ઘરની અંદર બંધ હતા.પરંતુ જે રીતે સિગ્નલમાં અભાવ હોવાના કારણે બ્લેકઆઉટ થઈ રહ્યું છે તેને જોતા વ્યૂવર્ષીપમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
પ્રેક્ષકો ઓવર-ધ-ટોપ (ઓટીટી) સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ્સ પર જવા સાથે અંગ્રેજી ભાષા અને ઇન્ફોટેનમેન્ટ ચેનલ કેટેગરીમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. હિન્દી જીઇસીમાં ઘટાડો જોવા મળ્યો છે કારણ કે મહિલાઓ અને કૌટુંબિક પ્રેક્ષકો તેમની સગવડતાના સમયે સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર તેમના મનપસંદ શો જોવાનો આનંદ શોધે છે, જે લીનિયર ટેલિવિઝન પર એપોઇન્ટમેન્ટ જોવાની વિરુદ્ધ છે. બ્રોડકાસ્ટ કંપનીઓની માલિકીના વુટ, સોની લિવ અને ડિઝની પ્લસ હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્મ્સ પણ તેમની ટીવી ચેનલોને ઓનલાઈન સ્ટ્રીમ કરે છે.
બ્રોડકાસ્ટ નેટવર્ક્સ સ્ટાર, સોની, ઝી અને વાયાકોમ 18એ દર્શકોની સંખ્યામાં ફેરફાર અંગે મિન્ટના પ્રશ્નોનો જવાબ આપ્યો ન હતો. ટેલિવિઝન વ્યુઅરશિપ મેઝરમેન્ટ ફર્મ બ્રોડકાસ્ટ ઓડિયન્સ રિસર્ચ કાઉન્સિલ (બાર્ક) ઇન્ડિયાને મોકલવામાં આવેલા પ્રશ્નોનો પણ જવાબ મળ્યો નથી. સોની એન્ટરટેઇન્મેન્ટ ટેલિવિઝન અને સોની સબમાં સબ્સ્ક્રાઇબર બેઝ ઘટીને 28 ટકાએ પહોંચી ગયો છે જ્યારે સોની સબમાં 21 ટકાનો ઘટાડો નોંધાયો છે. એટલું જ નહીં વધુમાં તેઓએ જણાવ્યું હતું કે જાહેરાત આપતી કંપનીઓએ પણ પોતાના કેમ્પેઇન વિવિધ ચેનલો માંથી બંધ કરી દીધી છે અને તેઓની ભરપાઈ પણ કરવામાં આવશે. એટલુંજ નહિ આ તમામ ચીજ વસ્તુઓ બંધ થતા ચેનલોની આવકને પણ ઘણી અસર પહોંચી છે.