સાગર સંઘાણી
ગુજરાતીમાં એક કહેવત છે કે પહેલો સગો તે પાડોશી…કોઈ કામ આવે કે ન આવે પરંતુ પાડોશી તો કામ આવે જ ત્યારેજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ખેતી કામ કરતા એક દંપત્તિ પર તેના પાડોશી ત્રણ શખ્સોએ હુમલો કર્યાની મામલો સામે આવ્યો છે ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગર જીલ્લાના જામજોધપુર તાલુકાના ઘેલડા ગામની છે જ્યાં ખેતી કામ કરતા જયેશભાઈ નગાભાઈ કારેણા નામના ૩૭ વર્ષના સગર જ્ઞાતિના ખેડૂત યુવાને પોતાના ઉપર તેમજ પોતાની પત્ની પર હુમલો કરી પેટમાં લાત મારી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પોતાના પાડોશમાં રહેતા શૈલેષ નથુભાઈ કારેણાં,ખીમાભાઈ હીરાભાઈ કારેણાં, લખમણભાઇ ખીમાભાઈ કારેણાં સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદીની વાડીમાં આરોપીઓ ઘૂસી આવ્યા હતા, અને તેના કાકાજી સસરા વજશીભાઈને ગાળો ભાંડી રહ્યા હોવાથી અપશબ્દ બોલવાનીના પાડતાં ત્રણેય આરોપીઓ ઉશ્કેરાયા હતા અને ફરિયાદી જયેશભાઈ તથા તેની પત્ની પર હુમલો કરી દીધો હતો. જે આરોપીઓ હાલ ભાગી છુટ્યા હોવાથી જામજોધપુર પોલીસ ત્રણેયને શોધી રહી છે.