બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓમાં જ સ્ટ્રેસ છે એવું નથી, વાલીઓ પણ ચિંતા અને ઉચાટમાં છે, મનોવિજ્ઞાન ભવન દ્વારા 1170 વાલીઓના સંપર્કને આધારે તારણો કાઢવામાં આવ્યા
બોર્ડની પરીક્ષાઓ આવી રહી છે ત્યારે તેની વિદ્યાર્થીઓના મૂડ પર ઘણી અસર થઈ છે. ઘણા બાળકો પરીક્ષાને લઈને ડરી રહ્યા છે. આવી સ્થિતિમાં મનોવિજ્ઞાન ભવન દ્વારા કાઉન્સેલિંગ કરી મનોવૈજ્ઞાનિક માર્ગદર્શન આપી તેમના મનમાંથી પરીક્ષાનો ડર દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
માંવોવીજ્ઞાન ભવન છેલા એક મહિનાથી સ્કુલે સ્કુલે જઈને બાળકોને પરીક્ષા ભયમાંથી મુક્ત કરવા પ્રયાસ કરી રહ્યું છે. વાલીઓ સાથેની મુલાકાત દરમિયાન કેટલીક બાબતો સામે આવેલ છે. 1170 વાલીઓના સંપર્કને આધારે તારણો કાઢવામાં આવેલ જે નીચે મુજબ છે.મનોવિજ્ઞાન ભવન દ્વારા એક અભ્યાસ થયો છે જેમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ ના વાલીઓના મત અનુસાર તે કારણોને જણાવવાનો પ્રયત્ન કર્યો છે.
જે બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પાડે છે. બાળકોના વાલીઓમાં ખાસ માતામાં બોર્ડની પરિક્ષાથી સ્ટ્રેસનું પ્રમાણ જોવા મળે છે. બોર્ડની પરીક્ષા આપતા બાળકોની માતાઓ જે સલાહ માટે આવેલ તેમાં 94% માતાઓ એ સ્વીકાર્યું કે તેઓ તણાવ અનુભવે છે જયારે 54% પિતાએ જણાવ્યું કે તેને બાળકના ભવિષ્યની ચિંતા છે.
વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના બાધક તત્વ
- અસંતોષજનક પરિવારિક પરિસ્થિતિઓ વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યને નુકશાન કરે છે એવું 94% વાલીઓ માને છે.
- પાઠયક્રમ અનુકૂળ ન હોવો વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના બાધક તત્વ બને છે એવું 63% વાલીઓ મને છે.
- વર્ગમાં ખુબ જ વધારે સંખ્યા હોવી અથવા સાવ નહીવત હોવી વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યના બાધક બને છે એવું 51% વાલીઓ માને છે.
- અસુરક્ષિત ( અસલામતી) અનુભવવાને કારણે વર્ગમાં અભિવ્યક્તિ નથી કરી શકતા એવું 51% વાલીઓનું માનવું છે.
- વિદ્યાર્થીઓની વ્યક્તિગત ભિન્નતાઓ તથા તેના સંબંધી તેની શૈક્ષણિક પ્રગતિ તરફ શાળામાં ધ્યાન ન આપવાને કારણે વિર્ધાર્થીઓના માનસિક સ્વાસ્થ્યમાં ફેર પડે છે એવું 54% માને છે.
- રમતની (શાળામાં) વ્યવસ્થા ન હોવી શારીરિક માનસિક નુકશાન કરે છે એવું 47% વાલીઓ માને છે.
- 49% ના મતે વિદ્યાર્થીઓનો કોઈપણ વિદ્યાર્થી વર્ગમાં સ્વીકાર ન કરવો.
- 44% ના મતે શિક્ષકોને વિધાર્થીઓની ક્ષમતાઓનું પૂર્ણ જ્ઞાન ન હોવું.
- 36% ના મતે પર્યાપ્ત સુવિધાઓનો અભાવ.
- 41% ના મતે માતા-પિતાનો શાળા સાથે સંપર્ક ન હોવો.
- 39% ના મતે વિદ્યાર્થીઓને સમસ્યાત્મક બાળક સમજીને તેની અવગણના થવી.
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓની મનોસ્થિતિ
- ઘણા બાળકો અને તેના વાલીઓ ઊંડી ચિંતામાં છે કે પરિણામ શું આવશે?
- કેટલાક બાળકો હળવાથી ગંભીર પ્રકારના ડિપ્રેશનમાં જતા રહ્યા છે.
- કેટલાક બાળકોની બૌદ્ધિક ક્ષમતાઓ ઘટી છે અને તેઓને ગાણિતિક સમસ્યાઓ અનુભવાઈ રહી છે.
- કેટલાક બાળકોની લખવાની ક્ષમતા ઘટી છે જેથી પેપર વ્યવસ્થિત નહિ લખી શકાય એવો ભય લાગે છે.
- મોબાઈલમાં સતત ધ્યાન રહે છે.
- દસમાં પછી આગળ શું કરવું એ સમસ્યાઓની અત્યારથી મુંજવણ
- તેઓ પરીક્ષાને લઈને ગભરાટ અને ચીડિયાપણાની ફરિયાદ કરી રહ્યા છે.
- બાળકો કે જેઓ અભ્યાસમાં હોશિયાર છે, પરંતુ તેઓ તેમના માર્કસની વધુ ચિંતા કરે છે.
- નાપાસ થશું તો આગળ શું કરીશું એ વિશેનો ખોટો ભય
- સમાજમાં લોકો શું કહેશે એ ભય વાલીઓને અકળામણ કરાવી રહ્યું છે.
વિદ્યાર્થી કઈ ભૂલો કરે છે અને વાલીઓ કઈ રીતે અટકાવી શકે?
- થોડી જ સમજણ ડેવલોપ થઈ હોવા છતાં વિદ્યાર્થીઓને એવો ભાવ હોવો ક હવે પોતે પરિપક્વ થઇ ગયા છે.
- જાત પર નિયંત્રણ રાખવું જરૂરી છે
- બધું સરળતાથી મળી જશે એવો ભાવ વિકસિત ન કરવો
- અમને બધી ખબર પડે એવો ભાવ હોવાથી વાલીઓ સાથે કોઈ વાતચીત ન કરવી અને
- અંતે સમસ્યાઓ અનુભવવી સાથે વાલીઓ પણ પોતાની અપેક્ષાઓ પોતાના બાળકો પર ઢોળી દે છે
- આત્મ મૂલ્યાંકનની ઉણપ ક્યારેક ઉચ્ચ તો ક્યારેક નિમ્ન આત્મ મૂલ્યાંકન
- અનુશાશનની ઉણપ જોવા મળે છે
- વાડને ઉગવા માટે વૃક્ષના ટેકાની જરૂર હોય જે ટેકો માતા પિતા બની શકે
- બાળકની ભૌતિકની સાથે સામાજિક જરૂરિયાતો પણ પૂર્ણ કરો.
- સમાજ સુધારણા ઘરથી કરવી જોઈએ જેની જાણ દરેક વાલીઓને હોવી જરૂરી
- ટકટક કરવાની જગ્યાએ વાલીઓએ ટકોર કરવી અને બાળકોએ પણ તેનો સ્વીકાર કરવો
- નિર્ણય થોપવા કરતા વાલીઓએ તે વિશે સમજાવવું
- આદેશ અને સલાહ આપવા કરતા તેના કાર્યમાં સહભાગી બનો
- માતાપિતાએ ધ્યાન રાખવું કે માત્ર સવલતોથી સબંધ નથી બનતો તેમાં હૂફ પણ જોઈએ
- બાળક વારંવાર ઠપકો આપવાથી અસર વિહીન બની જશે માટે માત્ર ઠપકો જ ન આપો
- માતાપિતાએ ધ્યાન રાખવું કે સંપતિ આપવાના ચક્કરમાં સમય ન ભૂલાય
- પિતાનું કામ એ ખભો આપવાનું છે અને માતાએ ખોળો આપવાનો છે પણ સતત આંગળી પકડી ચાલવું નહી
- મોર્ડન માતાઓ જમતી વખતે બાળકને મોબાઈલની ટેવ પાડે અને પછી એ જ ટેવથી અકળાઈ જાય
ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ અને વાલીઓને સુચનો
- જે પેપર પૂર્ણ થઇ ગયું છે અથવા જે પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે તેના વિશે વધુ વિચાર કરી નિષેધક ન બનવું.
- હતાશ બાળકોના મનમાં આશા જીવંત કરવી
- તમારા બાળકની સરખામણી બીજા બાળક સાથે ન કરો.
- વાલીઓએ ધ્યાન રાખવું કે હતાશ થયેલ બાળકને એકલું ન મુકવું
- બાળકોએ પણ સમજવું કે બોર્ડની પરીક્ષા એ જીવનની આખરી પરીક્ષા નથી માટે મનને મજબુત રાખો
- વ્યક્તિનું મૂલ્યાંકન દર વખતે ટકા આધારિત ન હોય માટે બાળકોનું મૂલ્યાંકન ટકા આધારિત ન કરો.