મારૂતી યજ્ઞ, સંતવાણી, મહાપ્રસાદ સહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાશે: ભાવિક શિષ્યોમાં ઉત્સાહ: તડામાર તૈયારીઓનો ધમધમાટ
વાંકાનેરમાં વર્ષો પુરાણી ધમલપર પાસે રામટેકરીમાં આવેલ આસ્થાનું કેન્દ્ર સમાન શ્રી જોગજતી હનુમાનજી ગુફા (જગ્યા) ખાતે આગામી તા.4ને શનિવારના રોજ પ.પુ.1008 સદ્ગુરૂદેવ શ્રી રણછોડદાસજી મહારાજની 37મી પુણ્યતિથિ ભક્તિભાવ સાથે ઉજવાશે. જેમાં તા.4ને શનિવારે સવારે આઠ કલાકે મારૂતી યજ્ઞનો પ્રારંભ થશે. જે સાંજે 4:30 કલાકે બીડુ હોમાશે ત્યારબાદ સાંજે 6 કલાકથી ભાવિક ભક્તજન આમંત્રીત મહેમાનો ઉપરાંત ત્યાંના રહીશો માટે મહાપ્રસાદ શરૂ થશે.
ત્યારબાદ રાત્રિના 10 કલાકથી ભવ્ય સંતવાણી કાર્યક્રમ શરૂ થશે. જેમાં સૌરાષ્ટ્રના નામાંકિત કલાકારો દલસુખભાઇ પ્રજાપતિ, જનકભાઇ વેગડ, ભાવેશભાઇ પટેલ, કશ્યપ ઉસ્તાદ, ધ્રૃવ ઉસ્તાદ, રાહુલ મકવાણા સહિતના કલાકારો દ્વારા સંતવાણી પોતાની સંગીતમય શૈલીમાં રંગત જમાવશે. આ ભવ્ય મહોત્સવને સફળ બનાવવા શ્રી જોગજતી હનુમાનજીના તમામ ભક્તજનો જહેમત ઉઠાવી રહ્યા છે. આ પુણ્યશાળી પાવન પ્રસંગ તમામ ભક્તજનોને લાભ લેવા શ્રી જોગજતી હનુમાનજી ગ્રુપ તથા ગુફાની જગ્યાના સેવકો દ્વારા જાહેર આમંત્રણ આપતા યાદીમાં જણાવેલ છે.