બાળક પરિવાર સાથે ચાલીને જતો હતો ત્યારે કારે હડફેટે લેતા સર્જાયો જીવલેણ અકસ્માત : ચાલક કાર મૂકી ફરાર
શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતના બનાવો બનવા પામ્યા છે ત્યારે વધુ એક બનાવ સામે આવ્યો છે.કુવાડવામાં ગઇકાલે સાંજના સમયે એક જીવલેણ અકસ્માતની ઘટના બની હતી.જેમાં 10 વર્ષના બાળકને કારે ઠોકર મારતા તેનું ઘટના સ્થળે કમ કમાટી ભર્યું મોતની ભજ્યું હતું બનાવની જાણ કુવાડવા પોલીસને થતા પોલીસે કારચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો મુજબ,કુવાડવા ગામમાં ગઇકાલે સાંજના મઘરવાડા રોડ પર ચાલીને જઈ રહેલા 10 વર્ષના બાળક જયેશ ઉર્ફે ચીકી મહેન્દ્રભાઇ ગોહિલને વેગેનાર કાર નં.જીજે 3 એચ.આર 5584 એ હડફેટે લેતા બાળકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે કુવાડવા સરકારી દવાખાને લઇ ગયા હતાં. જ્યાં તેનું ટૂંકી સારવાર દરમિયાન મોતની નિપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી હતી.
બનાવવાની કુવાળા પોલીસના થતા પોલીસ સ્ટાફ હોસ્પિટલે દોડી જઇ પ્રાથમિક પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે મૃતક જયેશ ઉર્ફે ચીકી બે ભાઈ અને એક બહેનના પરિવારમાં સૌથી નાનો હતો.તેના પિતા મહેન્દ્રભાઇ મજુરી કામ કરે છે.ગઇકાલે તેઓ રાજકોટમાં એચસીજી હોસ્પિટલમાં દાખલ ભાઇની ખબર પુછવા ગયા હતા દરમિયાન આ ઘટના બની હતી.બનાવ અંગે બાળકનાં પિતા મહેન્દ્રભાઇ સવજીભાઇ ગોહીલ(ઉ.વ 42) ની ફરિયાદ પરથી કુવાડવા પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા વેગેનાર કારના ચાલક સામે ગુનો નોંધી કાર ચાલકની શોધખોળ હાથધરી છે.