પાણી પુરવઠા મંત્રીના વિસ્તારમાં જ પાણીનો પોકાર
વિછીયા તાલુકાના ફૂલજર ગામની અંદર ઉનાળાના શરૂઆતની અંદર જ આખા ગામને ગામથી ઘણો આઘુ ટાંકામાંથી મોતની નિહાળીએથી પીવા માટે પાણી દોરડા વડે સીસીને ભરવાના કપરા દિવસો આવ્યા એક બાજુ ભાજપ સરકાર આઝાદીના 75 માં વર્ષની ઉજવણી કરે છે પરંતુ વાસ્તવમાં ગામડાની અંદર ગરીબ પ્રજાને પીવા માટે પાણી પણ ઘરની અંદર પહોંચાડવામાં નિષ્ફળ રહી છે માત્ર ને માત્ર પાણીની પાઇપલાઇન ભૂગર્ભ ગટરના મોટા મોટા ભ્રષ્ટાચાર થયા પરંતુ ગામડાની અંદર પીવા માટે પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યું છે
આજ કુલજર ગામની અંદર બહેનોને ન છૂટકે આખો દિવસ પાણી શીશીને ભરવું પડે એવા દિવસો આવ્યા તેમ છતાં આ બેરી મૂંગી સરકારના અધિકારીઓ માત્રને માત્ર તમાશો જોયા કરે અને પાણી પહોંચાડવામાં નિષ્ફળ રહ્યા છે ત્યારે રાજ ગ્રુપની ટીમ ફુલદર ગામની અંદર પહોંચી અને ત્યાંના લોકો સાથે વાત કરી કે અહીંયા ઘણા ટાઈમથી નળ ની અંદર પાણી આવતું નથી અને દરેક લોકોને આ એક ટાંકો છે ત્યાંથી પાણી ભરવું પડે આવા દિવસો આવ્યા છે ત્યારે તંત્રને પણ તાકીદ કરવામાં આવે કે યુદ્ધના ધોરણે પાણી પહોંચાડવામાં આવે નહીં તો આગામી દિવસોની અંદર આ ભ્રષ્ટ ભાજપ સરકારના અધિકારીઓને સૂત્રોચાર વડે સુતેલી સરકારને જગાડવા માં આવશે અને પાણી માટે ઉગ્ર આંદોલનનો રસ્તો લેવો પડશે એવું રાજ ગ્રુપ સર્વ જ્ઞાતિ સેવા શક્તિ ટ્રસ્ટના પ્રમુખ મુકેશભાઈ રાજપરાએ જણાવ્યું