ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે હાથ ધરાયું ડિમોલીશન: ટોળેટોળા ઉમટયા

સાવરકુંડલાના ઈતિહાસમાં આજે સૌથી મોટુ ડિમોલીશન હાથ ધરવામાં  આવ્યું હતુ. પાલિકા તંત્ર દ્વારા 400થી વધુ પોલીસ કર્મચારીઓના ચૂસ્ત બંદોબસ્ત સાથે  700થી વધુ ગેરકાયદે ખડકાયેલા બાંધકામો પર બૂલડોઝર ફેરવી દેવાયું હતુ.

શહેરના મુખ્ય માર્ગ ગણાતા મહુવા રોડ અમરેલી રોડ જેસર રોડ મણીભાઈ ચોક નાવલી સહિતના હાર્દસમાન વિસ્તારમાં આજરોજ નગરપાલિકા દ્વારા બે ડીવાયએસપી  પાંચ પોલીસ ઇન્સ્પેક્ટર  અને 400 જેટલા પોલીસ કર્મીઓ સહિત મામલતદાર પ્રાંત અધિકારી પીજીવીસીએલના કર્મચારીઓનો હોમગાર્ડ જવાનો ટીઆરપી જવાનો ના ચુસ્ત બંદોબસ્ત સાથે ટ્રાફિકમાં નડતરરૂપ 700થી વધુ ગેરકાયદેસર દબાણ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી.

સાવરકુંડલા શહેરના મુખ્ય માર્ગો પર ઓટા છાપરા કેબીન લારી અને પાલાઓ જે વર્ષોથી ગેરકાયદેસર ખડકાયા હતા તેમને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી ..

સાવરકુંડલાના મહુવા રોડ થી લઈને અમરેલી રોડ સુધી ફરતે ફરતે સાવરકુંડલામાં પાંચેક કિલોમીટર જેટલી રેન્જમાં તમામ રોડ ખુલ્લા કરવામાં આવ્યા હતા અને ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા તો બીજી બાજુ સાવરકુંડલા નાવલી નદી ની સામેની સાઈડ રોડ પર બાંધેલ હાઈ કોર્ટ ના સ્ટે વાળા  પાલાઓ હજુ પણ ખડકી દેવામાં આવેલા છે તો બીજી બાજુ પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાત ની ઓફિસની નીચે પણ ગેરકાયદેસર દાદર ઉભો કરવામાં આવ્યો છે તેને પણ હટાવવામાં આવશે કે કેમ સાવરકુંડલા શહેરના બુદ્ધિ જેવી લોકોમાં ચર્ચાઈ  રહ્યું છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.